Fri Apr 24 2026

Logo

જીએસટી કાઉન્સિલે ઘરગથ્થુ જંતુનાશકો પર વેરો ઘટાડવા વિચાર કરવો જોઈએઃ અહેવાલ

2026-04-24 20:09:44
Author: Ramesh Gohil
Article Image

નવી દિલ્હીઃ મચ્છર, માખી અને બગાઈ જેવાં જંતુઓથી થતાં રોગો (વેક્ટર બોર્ન ડીસીઝ)નો સામનો કરવા અને આ રોગના નિવારક આરોગ્યસંભાળના પરિણામોને મજબૂત બનાવવા માટે ઘરગથ્થુ ધોરણે વપરાતા જંતુનાશકો પરનો જીએસટી દર હાલ જે 18 ટકા છે તે ઘટાડીને પાંચ ટકા કરવા બાબતે જીએસટી કાઉન્સિલે વિચારણા કરવી જોઈએ, એમ ઈવાય-હાઈકા (એચઆઈસીએ-હોમ ઈન્સેક્ટ ક્નટ્રોલ એસોસિયેશન)એ એક અહેવાલમાં જણાવ્યું છે. 

ભારતની આરોગ્ય યંત્રણામાં ઘરગથ્થુ ધોરણે વપરાતા લિક્વિડ વેપોરાઈઝર, કોઈલ, એરોસોલ્સ જેવાં ઈન્સેક્ટિસાઈડ અથવા તો જંતુનાશકોની ભૂમિકા મહત્ત્વની છે. ખાસ કરીને ઘરગથ્થુ સ્તરે જ્યાં વેક્ટરથી ઉદ્ભવતા રોગો સામે રક્ષણ અસમાન હોય ત્યાં તેની ભૂમિકા અત્યંત મહત્ત્વની હોય છે. 

અર્નેસ્ટ ઍન્ડ યંગ (ઈવાય) અને હાઈકા દ્વારા સંયુક્તપણે તૈયાર કરવામાં આવેલાઅહેવાલમાં જણાવાયું હતું કે હાલમાં ઘરગથ્થુ ધોરણે વપરાતા જંતુનાશકો પરના 18 ટકા જેટલાં ઊંચા જીએસટી દરની અસર પોસાણક્ષમતા અને ઉપલબ્ધિતા પર પડે છે. ખાસ કરીને નબળા વર્ગ અને ઉચ્ચ જોખમ ધરાવતી વસ્તીમાં વધુ માઠી અસર થતી હોવાથી આ પ્રકારના જંતુનાશકો પરનાં જીએસટીના દરનું તાર્કિકરણ કરીને અન્ય આવશ્યક સ્વચ્છતા અને આરોગ્ય રક્ષણાત્મક ઉત્પાદનોની સમકક્ષ પાંચ ટકા જીએસટી દર નિર્ધારિત કરવા અંગે વિચારણા કરવી જોઈએ, એમ અહેવાલમાં ઉમેર્યું હતું. 

ઘરગથ્થુ ધોરણે વપરાતા જંતુનાશકોનું વ્યૂહાત્મક મહત્ત્વ હોવા છતાં તાજેતરમાં જીએસટીના દરના માળખામાં કરવામાં આવેલા સુધારા જીએસટી 2.0માં સ્વાસ્થ્યને લગતા એફએમસીજી તથા સ્વાસ્થ્યને લગતા આવશ્યક ઉત્પાદનો પરનાં જીએસટીના દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો, પરંતુ ઘરગથ્થુ ધોરણે વપરાતા જંતુનાશક ઉત્પાદનોને સ્વાસ્થ્યને આવશ્યક ન ગણી તેમાં કોઈ ફેરફાર કરવામાં ન આવ્યો હોવાનું અર્નેસ્ટ ઍન્ડ યંગ ઈન્ડિયા પાર્ટનર બિપિન સાપરાએ જણાવ્યું હતું.