Sun Mar 08 2026

Logo

ITI પાસ ઉમેદવારો માટે સુવર્ણ તક! GSRTC માં હેલ્પર કક્ષાની ૨૯૭ જગ્યાઓ પર ભરતી જાહેર, જાણો તમામ વીગતો

3 weeks ago
Article Image

અમદાવાદઃ સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવ્યાંગ અનામતની જગ્યાઓની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. GSRTC દ્વારા હેલ્પર કક્ષાની કુલ ૨૯૭ જગ્યાઓ માટે ઉમેદવારી પત્રક મંગાવવામાં આવ્યા છે. આ માટે  તા.૧૩/૦૨/૨૦૨૬ થી તા.૧૨/૦૩/૨૦૨૬ સુધીના સમયગાળા દરમીયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. 

નીગમની સત્તાવાર જાહેરાત અનુસાર, હેલ્પર કક્ષાની કુલ ૨૯૭ જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં  પાંચ વર્ષ માટે રૂ.૨૧,૧૦૦ /- ફીકસ પગાર મળશે. આ માટે  તા.૧૩/૦૨/૨૦૨૬ થી તા.૧૨/૦૩/૨૦૨૬ સુધીના સમયગાળા દરમીયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે. સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફ્રી તા.૧૩/૦૨/૨૦૨૬ થી તા.૧૪/૦૩/૨૦૨૬ સુધીમાં   સ્વિકારવામાં આવશે.  વયમર્યાદા  ૧૮ થી ૩૫ વર્ષની રહેશે.

 શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો, સરકાર માન્ય આઈ.ટી.આઈ.નો મીકેનીક મોટર વ્હીકલ અથવા મીકેનીક ડીઝલ અથવા જનરલ મીકેનીક અથવા ફીટર અથવા ટર્નર અથવા ઇલેક્ટ્રીશીયન અથવા શીટ મેટલ વર્કર અથવા ઓટો મોબાઇલ્સ બોડી રીપેરર અથવા વેલ્ડર અથવા વેલ્ડર કમ ફેબ્રીકેટર અથવા મશીનીસ્ટ અથવા કારપેન્ટર અથવા પેઇન્ટર જનરલ અથવા ઓટો મોબાઇલ પેઇન્ટ રીપેરરનો ઓછામાં ઓછો એક વર્ષનો કોર્ષ પાસ કરેલો હોવો જોઈએ. 

સીધી ભરતી માટેની પસંદગી પ્રક્રિયા કુલ ૧૦૦ ગુણના ભારાંક (Weightage) પર આધારિત છે, જે મુખ્યત્વે બે ભાગમાં વહેંચાયેલ છે. પ્રથમ અને સૌથી મહત્વનો ભાગ શૈક્ષણિક લાયકાત છે, જેના માટે ૭૦ ગુણ નિર્ધારિત કરવામાં આવ્યા છે; આમાં ઉમેદવારે તેની લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં મેળવેલ ટકાવારી મુજબ મહત્તમ ૫૫ ગુણ અને અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત મુજબ મહત્તમ ૧૫ ગુણની ગણતરી કરવામાં આવશે. બીજો ભાગ O.M.R પદ્ધતિથી લેવામાં આવતી સ્પર્ધાત્મક લેખિત કસોટીનો છે, જેનો ભારાંક ૩૦ ગુણનો રહેશે. આમ, શૈક્ષણિક ગુણવત્તા અને લેખિત પરીક્ષાના દેખાવને આધારે કુલ ૧૦૦ ગુણમાંથી મેરિટ તૈયાર કરવામાં આવશે.