નવી દિલ્હી: જર્મન એરપોર્ટ પરથી પસાર થતા ભારતીય પ્રવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. જેમાં હવે જર્મનીના એરપોર્ટ પર ભારતીયોને ટ્રાન્ઝિટ વિઝાની જરૂર નહિ રહે. આ નિર્ણયનો આવતીકાલથી અમલ થશે. નવી દિલ્હીમાં જર્મન દૂતાવાસે જણાવ્યું હતું કે આ પગલું ભારત-જર્મનીના સંબંધોને મજબૂત બનાવવા લીધો છે.
જર્મનીના સત્તાવાર ગેઝેટમાં આજે જાહેરાત કરવામાં આવી
જેમાં હવે ભારતીય નાગરિકોને બીજા દેશમાં મુસાફરી કરતી વખતે જર્મન એરપોર્ટ પર રોકાવા માટે ટ્રાન્ઝિટ વિઝાની જરૂર નહિ રહે. નવી દિલ્હી સ્થિત જર્મન દૂતાવાસે આ માહિતી આપી છે.આની જર્મનીના સત્તાવાર ગેઝેટમાં આજે જાહેરાત કરવામાં આવી છે.
ભારત અને જર્મની વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાનો ઉદ્દેશ
તેમજ આ નિર્ણય આ વર્ષે જાન્યુઆરીમાં જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝની ભારત મુલાકાત દરમિયાન થયેલા કરારનો એક ભાગ છે. તેનો ઉદ્દેશ ભારત અને જર્મની વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા લોકોની અવરજવરને સરળ બનાવવા અને આર્થિક સહયોગ વધારવાનો છે.
વિવિધ ક્ષેત્રોમાં 19 દ્વિપક્ષીય કરારો થયા હતા
જર્મન ચાન્સેલર ફ્રેડરિક મેર્ઝે આ વર્ષની શરૂઆતમાં ભારતની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન સંરક્ષણ, ટેકનોલોજી અને વેપાર સહિત વિવિધ ક્ષેત્રોમાં 19 દ્વિપક્ષીય કરારો થયા હતા. આમાં રૂપિયા 72,000 કરોડનો સબમરીન સોદો મુખ્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની મુલાકાત દરમિયાન જર્મનીમાં ભારતીયો માટે સેમિકન્ડક્ટર સહયોગ અને વિઝા-મુક્ત મુસાફરી અંગે ચર્ચા થઈ હતી.