Sat Aug 29 2026

Logo

ગુજરાતમાં પણ આંદોલનું રણશિંગૂ ફૂંકાયું, આજથી Gen-Zનું આંદોલન, સરકારે શું આપી ચીમકી

2026-07-25 11:07:00
Author: Mayur Patel
ગુજરાતમાં પણ આંદોલનું રણશિંગૂ ફૂંકાયું, આજથી Gen-Zનું આંદોલન, સરકારે શું આપી ચીમકી

ગાંધીનગરઃ ગુજરાતમાં પણ આંદોલનું રણશિંગૂ ફૂંકાયું છે. આજથી Gen-Zનું આંદોલન શરૂ થશે. સરકારે વિદ્યાર્થીઓે જે આંદોલનમાં ભાગ લીધો તો હૉસ્ટેલ-કોલેજમાંથી કાઢી મુકવાની ચીમકી આપી છે.

મળતી વિગત પ્રમાણે, ગાંધીનગરમાં Gen-Zએ સત્યાગ્રહ છાવણી ખાતે યુવાઓને આંદોલનમાં સહભાગી થવા સોશિયલ મીડિયા પર આમંત્રણ આપ્યું છે. રાજકીય નેતૃત્વ વગર રાજ્યભરમાં શરૂ થયેલા સ્વયંભૂ આંદોલનથી સરકારની ચિંતામાં વધારો થયો છે. સ્થિતિની ગંભીરતાને જોતાં પોલીસ અને આઈબીની ટીમ આંદોલનકારી યુવાઓ પર બાજ નજર રાખી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના શહેરી વિસ્તારોમાં હંમેશા ભાજપની મજબૂત વોટ બેંક રહી છે. પરંતુ આંદોલનના કારણે જાગૃત યુવા મતદારો આગામી સમયમાં ભાજપની આ વોટબેંકમાં ગાબડું પાડી શકે તેવો ડર હાલ ભાજપને લાગી રહ્યો છે. Gen-Zના આંદોલનને કચડી નાખવા માટે વવટી તંત્ર દ્વારા આડકતરું દબાણ લાવવાનો પ્રયાસ શરૂ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

સૂત્રો મુજબ, વિદ્યાર્થીઓને જો તેઓ આંદોલનમાં ભાગ લેશે તો તેમને હૉસ્ટેલ અને કોલેજમાં તાત્કાલિક અસરથી કાઢી મુકવાની ગર્ભિત ચીમકી આપવામાં આવી છે. જોકે તેમ છતાં યુવાઓ આ ચીમકીને અવગણીને મોટી સંખ્યામાં ભાગ લઈ રહ્યા છે.