Fri May 01 2026

Logo

ગાંધીનગરમાં પરિણીત મહિલા અને પ્રેમીએ આંબાના ઝાડે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી

2026-05-01 22:09:25
Author: Vimal Prajapati
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)

અમદાવાદઃ ગાંધીનગરના ચિલોડા ગામ ખાતે પ્રેમી પંખીડાએ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ પ્રેમી પંખીડાએ ગામમાં આવેલા સરકારી બોર કુવા પાસે આંબાનું ઝાડ હતું ત્યાં ગળાફાંસો ખાઈને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફળો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ લોકોએ શા માટે આત્મહત્યા કરીને તેની તપાસ કરવા માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. 

પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાનું અનુમાન

પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે ચિલોડા ગામમાં રહેલા મહિલા અને પુરૂષ છેલ્લા ઘણાં સમયથી એકબીજાને પ્રેમ કરી રહ્યાં હતાં. મૃતક મહિલા પરિણીત હોવાનું પણ જાણવા મળ્યું હતું. મહિલાનો પતિ મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો હતો. જ્યારે સામે મૃતક પુરૂષ પણ પરિણીત હતો, પરંતુ થોડા સમય પહેલા છૂટાછેડા થઈ ગયાં હતાં. આ બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. જ્યારે બંનેના મૃતદેહ ગામમાં આંબાના ઝાડ પર લટકતા જોવા મળતા સમગ્ર પંથકમાં ચર્ચાઓ શરૂ થઈ છે. 

પોલીસે બંનેના પરિવાર સાથે પૂછપરછ શરૂ કરી

પ્રાથમિક તપાસ પ્રમાણે પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોઈ શકે છે. પોલીસે બંનેના પરિવાર સાથે પૂછપરછ શરૂ કરી છે. જો કે, આ હત્યા છે કે, આત્મહત્યા તે મામલે એફએસએલનો રિપોર્ટ આવે ત્યારે ચોક્કસ જાણકારી મળશે તેવું પોલીસ અધિકારીએ જણાવ્યું છે. પોલીસ દ્વારા મૃતકોના પરિવારજનો અને ગ્રામજનોના નિવેદનો પણ નોંધવામાં આવ્યાં છે, જેથી કેસમાં આગળની તપાસ કરી શકાય!