Thu Jan 29 2026

Logo

White Logo

રમૂજી સવાલના મનમોજી જવાબ

21 hours ago
Author: દર્શન ભાવસાર
Video

દર્શન ભાવસાર


રામભરોસે સંસાર ચાલે તો સીતા ભરોસે શું?
* રામનો ઘરસંસાર...!

ઈશ્વરે કેમ ચમત્કાર કરવા પડે?
* સેલ્ફ માર્કેટિંગ માટે.

રૂપવંતી રાણી હોય અને એ કદરૂપી હોય તો?
* નોકરાણી.

ભૂલો પડેલો માણસ બેઘર હોય તો ક્યાં જાય?
* Care Off ફુટપાથ ...

હાથીના ચાવવાના અને દેખાડવાના દાંત જુદા કેમ હોય?
* કોસ્મેટિક સર્જનના ધંધાર્થે ...!

નેતા શું ગાઈ શકે?
* પોતાના ગુણગાન...

પપ્પુ નાપાસ થાય તો?
* પાસ હો ગયાનું ગપ્પું મારે.

નકલી નોટ ફરતી કરવાનો ફાયદો શું?
* જેલની કોટડીમાં ફરવા અને હવા, પાણી અને ખોરાકનો મફત લ્હાવો મળે.

ના દેખાય એવી બારી કઈ?
* છટકબારી.

જલસા કયારે મોંઘા પડે?
* બિલ ભરવા કોઈ આગળ ના આવે ત્યારે ...

બીજ વર થવા મથતા હોય એનો બીજ મંત્ર શું હોય?
* દુબારા...દુબારા...

રાજકારણી સંસાર છોડીને સાધુ કેમ બનતાં નહીં હોય?
* કોઈ શિષ્ય બનવા તૈયાર થતાં નથી.

મહેનતની કમાઈ કેવી હોય?
* ઈન્કમટેકસ ભરનારને પૂછો.

મહેનતના ફળ મીઠા હોય- ગળ્યા કે ખાટા કેમ નહીં?
* હજી એક જ ફ્લેવર બની છે.

શંખ અને ડંખ વાગે...પણ એ બંનેમાં ફરક શું?
* શંખ જાહેરમાં અને ડંખ દિલમાં વાગે.