નવી દિલ્હીઃ આપણા દેશમાં સમોસા એક એવું સ્નેક છે જેનો સ્વાદ દરેક શહેર કે રાજ્યમાં અલગ પડે છે, પણ હવે સમોસા, વડાપાંવ અને પકૌડા વેચનાર પાર્સલ હવે પડીકામાં આપશે તો મુશ્કેલી એ વેપારીને થશે. FSSAIએ એક મોટો નિર્ણય લીધો છે, જેમાં અખબારના કાગળનો ખાદ્ય પદાર્થના પેકિંગ તરીકે ઉપયોગ કરવા પર પગલાં લેવાયા છે. હવે કોઈ દુકાનદાર ખાણી-પીણીની કોઈ વસ્તુને અખબારના કાગળના પડીકુંવાળીને આપશે એની સામે કાયદેસરની કાર્યવાહી થશે. ફૂડ સેફ્ટિ એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ દેશભરમાં અખબારના કાગળના ઉપયોગ પર રોક લગાવી દીધી છે. આ નિયમ તોડનાર સામે હવે કાયદેસરની કાર્યવાહી થશે. નિયમભંગ કરનાર સામે જેલની સજા થશે.
મુંબઈની ઘટનાને ગંભીરતાથી લેવામાં આવી
FSSAIએ કરેલા નિર્ણય પાછળ મુંબઈની એક ઘટના જવાબદાર છે. મહાનગર મુંબઈ શહેરમાં એક વડાપાંવના વેપારીએ ગ્રાહકને અખબારના કાગળમાં વડાપાંવ પાર્સલ કરીને આપ્યું હતું. આ પછી FSSAIની પશ્ચિમ ક્ષેત્રની ટીમ તથા મુંબઈ કોર્પોરેશને ટીમ તૈયાર કરીને આ વેપારી સામે સંયુક્ત કામગીરી કરી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈને તમામ જિલ્લાઓમાં અખબારના કાગળનો ઉપયોગ ન કરવા માટે નિર્ણય કર્યો હતો. FSSAIએ એ ડ્રાફ્ટ તૈયાર કરીને રિપોર્ટ કર્યો એ પછી નવો નિયમ લાગુ કરવા માટે જાહેર કર્યા હતા. રેકડીવાળા, ઠેલાવાળા, ક્લાઉડ કિચન, ફેરિયા, કેટરિંગ સર્વિસ તમામ ક્ષેત્રના વેપારીઓ પર આ નિયમ લાગુ પડશે. અખબારના કાગળનો ઉપયોગ પાર્સલ ચાર્જ માટે નહીં કરી શકાય.
આરોગ્યને સીધી અસર
આ સિવાય સોમસા-પકૌડામાંથી વધારાનું તેલ સુકવવા માટે અથવા ખાદ્ય પદાર્થને ઢાકવા માટે પણ અખબારના કાગળનો ઉપયોગ નહીં કરી શકાય. આ વિષય પર જ્યારે નિષ્ણાંતોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. નિષ્ણાંતોએ જણાવ્યું કે, અખબારમાં પ્રિન્ટેડ ઈંકમાં અનેક પ્રકારના કેમિકલ હોય છે. કલર કેમિકલ હોય છે. ધાતુઓ હોય છે, જેમાં સીસુનો પણ સમાવેશ થાય છે. ગરમ ખાદ્ય પદાર્થના સંપર્કમાં જ્યારે કોઈ અખબારનો કાગળ આવે છે ત્યારે એ કલર કેમિકલ ખાદ્ય પદાર્થ સાથે ભળી જાય છે, જેની સીધી અસર સ્વાસ્થ્ય પર થાય છે. આ કારણે શરીરને પણ નુકસાન થાય છે. અન્ય વાત કરતા નિષ્ણાંતોએ એવું પણ કહ્યું કે, અખબાર અનેક એવી જગ્યાઓ પરથી પસાર થઈને વેપારી સુધી પહોંચે છે. અખબારના બંચ અનેક એવી અસ્વચ્છ જગ્યાઓ પર પડ્યા હોય તો એ કાગળ પર ખાદ્ય પદાર્થ રાખવું આરોગ્યને જોખમમાં મૂકવા બરોબર છે.

કડક આદેશ આપવામાં આવ્યા
બેક્ટેરિયા અને રોગ ફેલાવો કરતા જીવાણુંઓ ખાદ્ય પદાર્થમાં ભળે ત્યારે એ ખાવાનું પણ દૂષિત થઈ જાય છે.FSSAIએ એવી સ્પષ્ટતા કરી છે કે, ફૂડ ગ્રેડ પેકેજિંગ સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે, ખાસ કરીને સિલ્વર ફોઈલનો ઉપયોગ કરવામાં આવે. અનેક રાજ્યો તથા જિલ્લાઓના વહીવટી વિભાગને આ વસ્તુઓ પર ગંભીરતાથી પગલાં લેવા માટે પણ આદેશ આપવામાં આવ્યા છે, જેથી અખબારના કાગળનો ઉપયોગ દેશભરમાંથી બંધ થઈ જાય.