ઓસ્લો: ગત મોડી રાત્રે નોર્વેની રાજધાની ઓસ્લોમાં યુએસ દૂતાવાસમાં પાસે વિસ્ફોટ થતા દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ પશ્ચિમ ઓસ્લોમાં આવેલા યુએસ દૂતાવાસ કમ્પાઉન્ડ નજીક સ્થાનિક સમય મુજબ 1 વાગ્યાની આસપાસ વિસ્ફોટ થયો હતો, કોઈને ઈજા થઈ નથી, દુતાવાસની બિલ્ડિંગને થોડું નુકસાન થયું છે.
ઓસ્લો પોલીસ ડીપાર્ટમેન્ટનાયુએસ દૂતાવાસ પાસે જોરદાર વિસ્ફોટ: જણાવ્યા મુજબ કોન્સ્યુલર પ્રવેશદ્વાર પાસે વિસ્ફોટ થયો હતો, આ વિસ્ફોટનું કારણ હજુ સ્પષ્ટ નથી. હાલ અધિકારીઓ દરેક એન્ગલથી તપાસ હાથ ધરી રહ્યા છે.
પોલીસ યુએસ દૂતાવાસના અધિકારીઓ સાથે વાતચીત કરી રહી છે, હજુ સુધી કોઈ ઘાયલ થયાના અહેવાલ નથી. ઓસ્લોમાં યુએસ દૂતાવાસની બાજુમાં રહેતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ઓસ્લોમાં યુએસ દુતાવાસના અધિકારીઓએ હજુ સુધી આ વિસ્ફોટ અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી, યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટે પણ તાત્કાલિક નિવેદન જાહેર કર્યું નથી.
ઈરાન પશ્ચિમ એશિયાના કેટલાક દેશોમાં આવેલા યુએસ દુતાવાસને નિશાન બનાવી રહ્યું છે, ત્યારે ઓસ્લોમાં વિસ્ફોટ થતા ઘણી અટકળો શરુ થઇ છે.
ઓસ્લો દૂતાવાસની બહારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે, જેમાં જોવા મળે છે કે પોલીસકર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને લોકોને દુર રહેવા કહી રહ્યા છે.