Wed May 06 2026

Logo

‘ભાજપનો દરેક છઠ્ઠો સાંસદ 'વોટ ચોરી' કરીને જીત્યો’ રાહુલ ગાંધીનો મોટો દાવો

2026-05-06 13:07:00
Author: Savan Zalariya
Article Image

નવી દિલ્હી: લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી ચૂંટણીમાં ગેરરીતી બાબતે દાવા કરી રહ્યા છે. એવામાં આજે બુધવારે તેમણે વધુ એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ભાજપના દરેક છઠ્ઠા સાંસદે વોટ ચોરી કરીને ચૂંટણી જીતી છે અને હરિયાણાની આખી સરકાર "ઘુસણખોર" છે.

એક સોશિયલ મીડિયા પોસ્ટમાં રાહુલ ગાંધીએ દાવો કર્યો કે જો નિષ્પક્ષ ચૂંટણીઓ યોજવામાં આવી હોત, તો ભાજપને 140 થી વધુ બેઠકો પણ ન મળી હોત.  

હરિયાણાની આખી સરકાર ઘુસણખોર:
આજે બુધવારે સારવારે તેમના ઓફિસીયલ X એકાઉન્ટ પર હિન્દી ભાષામાં કરેલી એક પોસ્ટમાં રાહુલ ગાંધી લખ્યું, "ક્યારેક વોટ ચોરી દ્વારા બેઠકો ચોરી કરવામાં આવે છે, ક્યારેક આખી સરકાર ચોરવામાં આવે છે. લોકસભામાં ભાજપના 240 સાંસદોમાંથી, લગભગ દરેક છઠ્ઠા સાંસદે મત ચોરી દ્વારા જીત મેળવી છે. તેમને ઓળખવા મુશ્કેલ નથી - ભાજપની ભાષામાં તેમને "ઘુસણખોરો" કહેવા જોઈએ? હરિયાણાની આખી સરકાર "ઘુસણખોર" છે." 

ભાજપ પર મોટા આક્ષેપો:
રાહુલ ગાંધીએ ભાજપ અપર મોટો આરોપ લગાવતા કહ્યું, "તેઓ સંસ્થાઓને પોતાના ખિસ્સામાં રાખે છે, જે મતદાર યાદીઓ અને ચૂંટણી પ્રક્રિયા સાથે ચેડા કરે છે - તે પોતે રિમોટ કંટ્રોલ્ડ દ્વારા ચાલે છે. તેમને સત્યથી ડર લાગે છે. કારણ કે જો નિષ્પક્ષ ચૂંટણીઓ યોજાઈ હોત, તો આજે પણ તેઓ 140 બેઠકો પણ ન જીતી શક્યા હોત." 

આસામ અને બંગાળ ચૂંટણીમાં ગેરરીતી:
મંગળવારે રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો હતો કે "આસામ અને બંગાળમાં એવા સ્પષ્ટ કિસ્સાઓ છે, જેમાં  ચૂંટણી પંચના સમર્થનથી ભાજપ દ્વારા વોટ ચોરી કરવામાં આવી હોય."
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસના વાળા મમતા બેનર્જીએ  પણ દાવો કર્યો હતો કે બંગાળમાં 100 થી વધુ બેઠકો ટીએમસી પાસેથી "ચોરી" કરવામાં આવી છે.