Tue Aug 25 2026

Logo

અમરેલીના ખાંભામાં ૨.૯ની તીવ્રતાનો આંચકો; રાજ્યમાં ૨૦ દિવસમાં ૧૦ આંચકાથી ફફડાટ...

2026-03-22 21:53:17
Author: Devayat Khatana
અમરેલીના ખાંભામાં ૨.૯ની તીવ્રતાનો આંચકો; રાજ્યમાં ૨૦ દિવસમાં ૧૦ આંચકાથી ફફડાટ...

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમરેલી:  ભૂકંપના ઝોન-3માં સમાવેશ પામતા સૌરાષ્ટ્રના અમરેલીમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. અમરેલી જિલ્લાના દક્ષિણ દિશામાં 44 કિમી ખાંભા નજીક 12:49 વાગ્યે 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં માર્ચ મહિનામાં જ અનુભવાયેલો આ 10મો આંચકો હતો. જેની ગાંધીનગર સ્થિત સિસ્મોલોજી વિભાગ દ્વારા પણ પુષ્ટી કરવામાં આવી હતી.  

ધરતીકંપના પગલે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. લોકો તેમના ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે આ ભુકંપથી લોકોને જાનમાલની નુકસાનીના કોઈ સમાચાર મળ્યા હતા. 

અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ 20મી માર્ચના રોજ ભાવનગરના મહુવાથી 30 કિમી દૂર 3 2.9ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તે પૂર્વે 2 જી માર્ચે તાલાલામાં, 5 માર્ચે દાહોદ, ભચાઉ અને બોટાદમાં, 6 માર્ચે કચ્છના દૂધઈ અને વાંસદામાં, 7 માર્ચે ઉનામાં તેમજ 12મી માર્ચે મહુવા અને તાલાલામાં ભૂકંપનો આંચકો નોંધાયો હતો.