Thu Aug 20 2026

Logo

દુબઈના જેબેલ અલી ઈન્ડસ્ટ્રીયલ એરિયામાં 20 મિનિટમાં 7 બ્લાસ્ટ, મિસાઈલ એટેકની આશંકા

Dubai   2026-08-05 14:27:47
Author: Vimal Prajapati
Article Image

દુબઈઃ મધ્યપૂર્વમાં ચાલી રહેલા યુચ્ચે ફરી એક મોટા બ્લાસ્ટના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. દુબઈનો જેબેલ અલી ઔદ્યોગિક વિસ્તારમાં બ્લાસ્ટ થયા હોવાના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. આ બ્લાસ્ટ મોડી રાત્રે થયા હોવાના દાવા કરવામાં આવી રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, સોશિયલ મીડિયામાં તેના વીડિયો પણ શેર કરવામાં આવી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે માત્ર 20 મિનિટમાં જ ઓછામાં ઓછા સાત બ્લાસ્ટ થયા છે. આ બ્લાસ્ટના કારણે આખા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. જો કે, મામલે કોઈ નુકસાન થયું કે નહીં તેની જાણકારી પ્રકાશમાં આવી નથી.

ઘટનાનો વીડિયો બનાવતા બે લોકોની અટકાયત

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ બ્લાસ્ટ વખતે વીડિયો બનાવવાનારા બે લોકોની અટકાયત કરવામાં આવી છે. જો કે, બ્લાસ્ટમાં કોઈ નુકસાનના સમાચાર નથી મળ્યાં, તંત્ર દ્વારા હજી તેની તપાસ કરવામાં આવી રહી છે. અત્યારે સોશિયલ મીડિયામાં શેર થઈ રહેલા વીડિયોમાં બ્લાસ્ટ પછી ત્યાં હાલત કેવી છે તેનો અંદાજ લગાવી શકાય છે! આસપાસની વિસ્તારોમાં રહેતા લોકોએ પણ જણાવ્યું છે કે, મોડી રાત્રે અહીં બ્લાસ્ટ થયો તેનો અવાજ તેમણે સાંભળવ્યો હતો. 

યુએઈના મુખ્ય શોપિંગ હબમાં થયા અનેક બ્લાસ્ટ

દુબઈ શહેરથી આશરે 25 માઈલ દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત, જેબેલ અલી યુએઈના મુખ્ય શોપિંગ હબ કહેવાય છે. અહીં મોટી સંખ્યામાં પ્રવાસીયો આવતા હોય છે. આ બ્લાસ્ટ વિશે વધારે વાત કરવામાં આવે તો, મીડિયા રિપોર્ટ્સ પ્રમાણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈરાન અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન યમને યુએઈ પર મિસાઈલ હુમલો કર્યો છે. કોઈ અમિરાતી મીડિયા દ્વારા આ હુમલા અંગે કોઈ સત્તાવાર જાણકારી આપવામાં આવી નથી. 

યુએસ-ઈરાન તણાવ વચ્ચે UAE હાઈ એલર્ટ પર

આ સ્થાન 'પામ જેબેલ અલી' કૃત્રિમ ટાપુઓનો સમૂહ અને વિશ્વના સૌથી મોટા માનવસર્જિત બંદર નજીક એક મુક્ત વેપાર ક્ષેત્ર ધરાવે છે, જે સીમલેસ આંતરરાષ્ટ્રીય શિપિંગને સરળ બનાવે છે. UAE યુએસ-ઈરાન તણાવ દરમિયાન હાઇ એલર્ટ પર રહ્યું છે, કારણ કે તેહરાન દ્વારા આ પ્રદેશમાં યુએસ સાથીઓ સામે વારંવાર બદલો લેવાના હુમલાઓમાં આ દેશને નિશાન બનાવવામાં આવ્યો છે.