Thu Sep 03 2026

Logo

ડોનાલ્ડ ટ્રમ્પની ઇરાનને મોટી ચેતવણી, હોર્મુઝ સ્ટ્રેટ ખોલો નહીંતર બરબાદ કરી નાખીશ

washington dc   2026-03-30 22:04:00
Author: Chandrakant Kanoja
ડોનાલ્ડ ટ્રમ્પની ઇરાનને મોટી ચેતવણી, હોર્મુઝ સ્ટ્રેટ ખોલો નહીંતર બરબાદ કરી નાખીશ

વોશિંગ્ટન : અમેરિકા અને ઈરાન  વચ્ચે છેલ્લા એક મહિનાથી ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત થવાના સંકેત નથી મળી રહ્યા. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇરાનને મોટી ચેતવણી આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે  હોર્મુઝ સ્ટ્રેટ ખોલો અને જલદી  કરાર કરો  નહીંતર બરબાદ કરી નાખીશ. ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ  પરની એક પોસ્ટમાં ઈરાનને આ ધમકી આપી છે.

ઈરાનના બધા વીજ ઉત્પાદન પ્લાન્ટ પર હુમલાની ચીમકી 

છેલ્લા એક મહિનાથી ચાલી રહેલા આ યુદ્ધે સમગ્ર વિશ્વમાં ચિંતા વધારી દીધી છે. આ યુદ્ધ  વૈશ્વિક અર્થતંત્ર માટે વિનાશક સાબિત થઈ રહ્યું છે. તેના ઉકેલની કોઈ શક્યતા દેખાતી નથી. ટ્રમ્પે આગળ લખ્યું છે કે, અમે ઈરાનના બધા વીજ ઉત્પાદન પ્લાન્ટ, ક્રૂડ ઓઇલ કુવાઓ અને ખાર્ગ ટાપુ અને  તેના બધા ડિસેલિનેશન પ્લાન્ટ પણ  પર હુમલો કરીશું. અમે અત્યાર સુધી  જાણી જોઈને તેના પર હુમલો નથી કર્યો. અમે અમારા  સૈનિકો અને અન્ય લોકોના મૃત્યુનો બદલો લઇશું  જે  ઈરાનના  47 વર્ષના આતંકના શાસન દરમિયાન નિર્દયતાથી માર્યા ગયા છે.  આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર.

અમેરિકન સૈન્ય સરળતાથી ખાર્ગ ટાપુ પર નિયંત્રણ મેળવી શકે છે

આ પૂર્વેના ઇન્ટરવ્યુમાં  ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકન સૈન્ય સરળતાથી ખાર્ગ ટાપુ પર નિયંત્રણ મેળવી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ટિપ્પણી કરી હતી કે અમારી પાસે ઘણા વિકલ્પો છે. આ ઉપરાંત  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા  એક ખતરનાક મિશનને અંજામ આપવાની રણનીતિ ધડવામાં આવી રહી છે. જેમાં અમેરિકા કોઈપણ રીતે ઈરાન પાસે રહેલો 450 કિલો  યુરેનિયમનો જથ્થો કબજે કરવા માંગે છે. જેની માટે લશ્કરી કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે. 

અમેરિકન સૈનિકો ઈરાનની જમીન પર ઉત રશે

આ અંગે અમેરિકાના મીડિયા અહેવાલો અનુસાર, જો આ પ્રસ્તાવિત મિશનને મંજૂરી મળી જાય તો અમેરિકન સૈનિકો ઈરાનની જમીન પર ઉતરશે. તેમજ લાંબા સમય સુધી સંઘર્ષના જોડાઈ શકે છે.  આ  અંગે અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે હજુ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. ડોનાલ્ડ ટ્રમ્પનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે ઈરાન ક્યારેય પરમાણુ શસ્ત્રો વિકસાવી ન શકે.  આ ઉપરાંત ઈરાન પાસે ઉપલબ્ધ 450 કિલો યુરેનિયમમાંથી 10 થી 11 પરમાણુ બોમ્બ બનાવી શકાય તેવો પ્રાથમિક અંદાજ છે.