કાનપુરઃ ભારતમાં કેટલાક એવા પણ અધિકારીઓ છે જે પોતાના કામને વધારે પ્રધાન્ય આપતા હોય છે. કેટલાક અધિકારીઓ પણ છે જે કડક કાર્યવાહી કરતા હોય છે. કાનપુરમાં એક કલેક્ટરે ત્રણ જુનિયર ક્લાર્કને વર્ગ ત્રણમાંથી વર્ગ ચારમાં મોકલીને છટણી કરી દીધી છે. કાનપુરમાં ત્રણ જુનિયર કારકુનો છટણી કરવામાં આવી તેની ચર્ચા અત્યારે દેશભરમાં થઈ રહી છે. જે પણ કર્મચારીની કાર્યક્ષમતા ઓછી છે તેવા કર્મીઓમાં અત્યારે નિરાશા અને ડર જોવા મળી રહ્યો છે. ચાલો જોઈએ શું છે સમગ્ર હકીકત....
ત્રણ ક્લાર્કને પટાવાળાના હોદ્દા પર ડિમોટ કર્યા
વિગતે વાત કરવામાં આવે તો, જિલ્લા મેજિસ્ટ્રેટ જીતેન્દ્ર પ્રતાપ સિંહે કલેક્ટર કચેરીમાં તૈનાત ત્રણ ક્લાર્કને તેમની નબળી ટાઇપિંગ ગતિને કારણે તેમના પદ પરથી દૂર કર્યા અને પટાવાળાના હોદ્દા પર ડિમોટ કર્યા છે. આ ક્લાર્કની કાર્યકુશળતા નબળી હોવાના કારણે તેમણી છટણી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે પ્રેમનાથ યાદવ, અમિત કુમાર યાદવ અને નેહા શ્રીવાસ્તવને 2023 માં કાનપુર કલેક્ટર કચેરીમાં જુનિયર ક્લાર્કના પદ પર મૃતક-આશ્રિત ક્વોટા હેઠળ નિયુક્ત કરવામાં આવ્યા હતા, તેને એડીએમ રાજેશ કુમારે વર્ગ ચારમાં મુકીની છટણી કરી દીધી છે.
ટેસ્ટમાં 1 મિનિટમાં 25 શબ્દો ટાઈપ કરવાના હોય છે
વાસ્તરમાં નિયમ એવો છે કે, વર્ગ ત્રણની ક્લાર્કની નોકરી મળ્યાંના ત્રણના એક વર્ષમાં તે કર્મચારીઓને ટાઈપિંગ ટેસ્ટ પાસ કરવાનો હોય છે. આ ટેસ્ટમાં 1 મિનિટમાં 25 શબ્દો ટાઈપ કરવાના હોય છે, પરંતુ આ ત્રણ કર્મચારીઓએ 2024માં પહેલો ટેસ્ટ આપ્યો હતો. પરંતુ તેઓ ફેલ થયાં હતા તે વખતે તંત્ર દ્વારા તેના પર રાહત નજર રાખીને સુવિધા આપી દીધી હતી. 2025માં પણ જ્યારે ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું ત્યારે આ કર્મચારીઓ 25 શબ્દો એક મિનિટમાં લખી શક્યાં નહોતા. સતત બે વખત ટેસ્ટ આપવામાં આવ્યો તેમ છતાં પણ તેઓ પાસ થયા નહોતા. જેથી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે.
બે તકો આપી છતાં ટાઈપિંગમાં કોઈ સુધારો થયો નહીં
જિલ્લા મેજિસ્ટ્રેટ જીતેન્દ્ર પ્રતાપ સિંહે સ્પષ્ટપણે જણાવ્યું કે, કલેક્ટર કચેરી જેવી મુખ્ય કચેરીઓમાં ફાઇલ નોટિંગ અને દસ્તાવેજ તૈયાર કરવા માટે ટાઇપિંગ એક મૂળભૂત કૌશલ્ય છે. જો કર્મચારી આ કામ પણ સરખી રીતે ના કરી શકે તો તેઓ પોતાની જવાબદારી સાચી રીતે નિભાવી શકે નહીં. આ કર્માચારીઓ 1 મિનિટમાં 25 શબ્દો ટાઈપ કરી શક્યા ના હોવાના કારણે તેમની છટણી કરવામાં આવી છે. આ માત્ર છટણી નથી પરંતુ ભવિષ્યની લાભોથી પણ તેમને વંચિત રાખવામાં આવશે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. અધિકારી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી તેના કારણે અન્ય કર્મચારીઓમાં પણ ભયનો માહોલ છવાયો છે.