રણવીર સિંહની ‘ધુરંધર 2’ અત્યારે બોક્સ ઓફિસ પર સુનામી બનીને ત્રાટકી છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી આ સ્પાય થ્રિલર ફિલ્મે માત્ર 9 દિવસમાં જ 1000 કરોડની કમાણી કરીને ઈતિહાસ રચી દીધો છે. આ ફિલ્મમાં પાકિસ્તાનના કરાચી સ્થિત 'લ્યારી' (Lyari) ટાઉનમાં ફેલાયેલા આતંકવાદની વાર્તા દર્શાવવામાં આવી છે, જેના કારણે હવે લ્યારીના લોકોએ ડાયરેક્ટર પાસે એક અનોખી માંગણી કરી છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલા આ વીડિયો વિશે વાત કરીએ તો પાકિસ્તાનમાં આ ફિલ્મ પર પ્રતિબંધ હોવા છતાં ત્યાંની જનતામાં તેનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. લોકો છુપીછુપીને આ ફિલ્મ જોઈ રહ્યા છે. પાકિસ્તાનમાં અને એમાં પણ ખાસ કરીને કરાંચીના લ્યારી વિસ્તારમાં આ ફિલ્મની ખૂબ ચર્ચાઓ થઈ રહી છે, કારણ કે ફિલ્મની સ્ટોરી લ્યારી નામના આ જ વિસ્તાર સાથે જોડાયેલી છે.
સોશિયલ મીડિયા પર એક ફની વીડિયો વાઈરલ થયો છે જેમાં લ્યારીના સ્થાનિક લોકોને ફિલ્મની સફળતા વિશે પૂછવામાં આવ્યું હતું. લ્યારીના રહેવાસીને પૂછવામાં આવ્યું કે ફિલ્મ ધુરંધર ટુએ 1000 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે તો એમાંથી લ્યારીને કેટલા રૂપિયા મળવા જોઈએ? આ સવાલના જવાબમાં એક વ્યક્તિએ મજાકિયા અંદાજમાં કહ્યું કે આદિત્ય ધરે ફિલ્મ ધુરંધર બનાવીને જો 1000 કરોડની કમાણી કરી હોય તો ડિરેક્ટર આદિત્ય ધરે તેમાંથી 500 કરોડ રૂપિયા લ્યારીને આપવા જોઈએ, જેથી અમે અહીંના રસ્તાઓ ઠીક કરાવી શકીએ.
સોશિયલ મીડિયા પર લ્યારીના લોકોની આ રમુજી માંગણી ઈન્ટરનેટ યુઝર્સને ખૂબ પસંદ આવી રહી છે. લોકો આ વીડિયોને શેર કરીને મજેદાર કોમેન્ટ્સ કરી રહ્યા છે. ફિલ્મની સફળતા અને તેનાથી જોડાયેલા આવા કિસ્સાઓ 'ધુરંધર 2' ના ક્રેઝને હજી વધારો થઈ રહ્યો છે. ફેન્સ, સોશિયલ મીડિયા અને બોક્સ ઓફિસ પર જ્યાં જુઓ ત્યાં બસ ધુરંધર ટુનો જ જોદુ જોવા મળી રહ્યો છે.
દિવસે દિવસે આદિત્ય ધરની આ સ્પાય થ્રિલર ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાણીના એક પછી એક રેકોર્ડ બ્રેક કરી રહી છે. ફિલ્મી સેલિબ્રિટીઝથી લઈને દર્શકો પણ આ ફિલ્મના ભરપેટ વખાણી કરી રહ્યા છે.