Sat Sep 05 2026

Logo

ધોળકા-બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માત: કાર વીજ પોલ સાથે અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત, બેની હાલત ગંભીર

2026-04-30 18:05:31
Author: Vimal Prajapati
ધોળકા-બગોદરા હાઈવે પર ભયાનક અકસ્માત: કાર વીજ પોલ સાથે અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત, બેની હાલત ગંભીર

અમદાવાદઃ ગુજરાતમાં માર્ગ અકસ્માતની ઘટનાઓ સતત વધી રહી છે. તેમાં ફરી એક મોટા અકસ્માતના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. અમદાવાદમાં ઘોળકા-બગોદરા હાઈવે પર એક કાર પલટી મારીને વીજ પોલ સાથે અથડાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માતમાં કુલ 3 લોકાનું અકાળે મોત થયું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો તેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. 

કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત

વધારે વિગતે વાત કરવામાં આવે તો, બારેજાથી ભામસરા ગામે સગાઈ પ્રસંગમાં જઈને પરત આવી રહેલા લોકોને કાળ ભરખી ગયો છે. સ્કોર્પિયો કાર ચાલકે અચાનક સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવ્યો અને કાર પીજ સાથે અથઢાઈ હતી. જેમાં ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. ઘાયલનો સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. 

ત્રણ લોકોનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત

સ્થાનિકોના જણાવ્યાં પ્રમાણે આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ગાડી ભાગીને ભૂક્કો થઈ ગઈ હતી. આ મામલે જાણ થતા પોલીસ તથા એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. મૃતદેહોનો પોલીસે પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યાં હતાં. જ્યારે ઘાયલોને ધોળખાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં છે. હજી તેમની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું છે. આ કેસમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.