મુંબઈ: ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2026માં શ્રેયસ ઐયરની આગેવાની હેઠળની ટીમ પંજાબ કિંગ્સ(PBKS) શાનદાર પ્રદર્શન કરી રહી છે. PBKSએ આ સિઝનમાં 6 મેચ રમી છે, જેમાં 5માં ટીમે જીત મળેવી છે, જ્યારે એક મેચ વરસાદને કારણે રદ રહી હતી. એવામાં અટકળો ચાલી રહી છે કે શ્રેયસ ઐયરને ભારતની પુરુષ ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવી શકે છે. PBKSના ખેલાડી કૂપર કોનોલીએ ભારતીય ટીમનો કેપ્ટન પદ માટે શ્રેયસ ઐયરને સમર્થન આપ્યું છે.
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કૂપર કોનોલીએ શ્રેયસ ઐયરને એક મહાન કેપ્ટન ગણાવ્યો છે. કૂપરે ઐયરને જણાવ્યું કે શ્રેયસમાં કેપ્ટનશીપના મહત્વના ગુણો છે, જેનો અભ્યાસ કર્યા બાદ, એવું જણાય છે કે તેને ટીમ ઇન્ડિયાનો આગામી કેપ્ટન બનાવવો જોઈએ.
ઐયરમાં એક મહાન કેપ્ટનના ગુણ:
કૂપર કોનોલીએ કહ્યું કે તે જે રીતે ટીમનું નેતૃત્વ કરે છે, ટીમનું સંચાલન કરે છે અને ટીમ સાથે જે રીતે વાતચીત કરે છે તે અદ્ભુત છે. તે એક ઉદાહરણ છે કે કેપ્ટન તરીકે ઐયર હંમેશા લોકોને પ્રેરણા આપી શકે છે. તે ટીમને હળવાશનો અનુભવ કરાવે છે. ફક્ત એક મહાન કેપ્ટન જ આ કરી શકે છે.
IPLમાં કેપ્ટન તરીકે પ્રદર્શન:
IPLમાં શ્રેયસ ઐયરે 93 મેચોમાં કેપ્ટનશીપ કરી છે, જેમાં 55 મેચમાં જીત અને 35મેચમાં ટીમને હાર મળી છે, ઐયરેની કેપ્ટનશીપ હેઠળ જીતની ટકાવારી 59.13 છે.
સુર્યાનું ફોર્મ ચિંતાનો વિષય:
IPL 2026 માં અત્યાર સુધી શ્રેયસ ઐયર કેપ્ટન તરીકે સફળ રહ્યો છે, આ ઉપરાંત તે શાનદાર બેટિંગ કરી રહ્યો છે, તેણે આ સિઝનમાં અત્યાર સુધી છ મેચમાં 208 રન બનાવ્યા છે.
બીજી તરફ ટીમ ઈન્ડિયાના T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવ ઘણા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે, IPLની ચાલુ સિઝનમાં પણ તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી પાંચ ઇનિંગ્સમાં ફક્ત 106 રન બનાવ્યા છે.
BCCIની સ્પ્લિટ સ્ક્વોડ વ્યૂહરચના:
અહેવાલ મુજબ BCCI અગામી ઇન્ટરનેશનલ સાયકલ માટે "સ્પ્લિટ સ્ક્વોડ" વ્યૂહરચના અપનાવી શકે છે. BCCI બે T20I એકસાથે તૈયાર કરી શકે છે, જેના માટે 30-35 ખેલાડીઓનો પૂલ બનાવવામાં આવી રહ્યો છે.
IPL બાદ ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ અને ઝિમ્બાબ્વેના પ્રવાસ પર T20I મેચ રમશે, ત્યાર બાદ વેસ્ટ ઈન્ડિઝ સામેની ઘરઆંગણેની T20 રમશે. BCCI IPL બાદ ટોચના ખેલાડીઓને આરામ આપી શકે છે. "નેક્સ્ટ-જનરેશન" યુનિટને સ્થાન આપી શકે છે, ખાસ કરીને જાપાનમાં એશિયન ગેમ્સ અને આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન એક અલગ જ ટીમ મોકલવામાં આવી શકે છે.