Wed Sep 09 2026

Logo

દિલ્હીનો લાલકિલ્લો હવે મુલાકાતીઓ માટે દરરોજ  ખુલ્લો રહેશે, પ્રવાસનને વેગ મળશે

2026-02-21 19:19:00
Author: Chandrakant Kanoja
દિલ્હીનો લાલકિલ્લો હવે મુલાકાતીઓ માટે દરરોજ  ખુલ્લો રહેશે, પ્રવાસનને વેગ મળશે

નવી દિલ્હી: દિલ્હીનો લાલકિલ્લો હવે મુલાકાતીઓ માટે સપ્તાહના તમામ દિવસો માટે ખુલ્લો રહેશે. આ અંગે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ ના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કિલ્લો દર સોમવારે બંધ રહેતો હતો. પરંતુ હવે મુલાકાતીઓ માટે દરરોજ  ખુલ્લો રહેશે. 

લાલ કિલ્લો 16 ફેબ્રુઆરીએ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો

દિલ્હીનો ઐતિહાસિક લાલ કિલ્લો યુનેસ્કોની વિશ્વ ધરોહરની યાદીમાં છે. ત્યારે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના  એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે લાલ કિલ્લો સોમવારે પણ ખુલ્લો રહેશે. આ આદેશ 16 ફેબ્રુઆરીથી અમલમાં આવ્યો છે. લાલ કિલ્લો 16 ફેબ્રુઆરીએ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ આદેશ પર  એએસઆઈના મહાનિર્દેશક દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ આદેશ 13 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવ્યો હતો.

આ નિર્ણયથી પ્રવાસનને પ્રોત્સાહન મળશે

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના આ નવા આદેશથી પ્રવાસીઓને ઘણી સુવિધા મળશે. તેઓ હવે અઠવાડિયાના કોઈપણ દિવસે લાલ કિલ્લાની મુલાકાત લઈ શકશે. આ અગાઉ  સોમવારે લાલ કિલ્લો બંધ રહેવાને કારણે ઘણા પ્રવાસીઓ નિરાશ થતા હતા. આ નિર્ણયથી પ્રવાસનને પ્રોત્સાહન મળશે.  લાલ કિલ્લો દિલ્હીમાં એક મુખ્ય ઐતિહાસિક સ્થળ છે. આ  મુઘલ સ્થાપત્યનું એક ભવ્ય સ્મારક છે. તેને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યો  છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ આ મહત્વપૂર્ણ સ્મારકની જાળવણી કરે છે.