Tue Aug 25 2026

Logo

સ્વતંત્રતા દિવસને પગલે દિલ્હીના રેલવે સ્ટેશનો પર હાઇ એલર્ટ, મુસાફરો માટે એડવાઇઝરી જાહેર

2026-08-11 18:49:00
Author: Chandrakant Kanoja
સ્વતંત્રતા દિવસને પગલે દિલ્હીના રેલવે સ્ટેશનો પર હાઇ એલર્ટ, મુસાફરો માટે એડવાઇઝરી જાહેર

નવી દિલ્હી: સ્વતંત્રતા દિવસની ઉજવણીના પગલે દિલ્હીના રેલવે સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. જેમાં 13 થી 16 ઓગસ્ટ સુધી 2026 સુધી સ્ટેશનો પર ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ રેલવે દ્વારા આ દિવસો માટે મુસાફરો માટે એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે. 

આરપીએફ અને જીઆરપીના વધારાના જવાનો તૈનાત

આ દિવસોમાં આરપીએફ અને જીઆરપીના વધારાના જવાનો તૈનાત કરવામાં આવી રહ્યા છે. તેમજ રેલવે  સ્ટેશનો,પ્લેટફોર્મ અને ટ્રેનોમાં સઘન તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત  પ્રવેશ અને બહાર નીકળવાના સ્થળો પર પણ દેખરેખ વધુ તીવ્ર બનાવવામાં આવશે. મુસાફરો અને તેમના સામાનની તપાસ અને તપાસ કરવામાં આવશે. કોઈપણ શંકાસ્પદ વ્યક્તિઓ અથવા વસ્તુઓ પર કડક નજર રાખવામાં આવશે.

મુસાફરોને સમય પૂર્વે રેલવે સ્ટેશન પર પહોંચવા અપીલ 

રેલવેએ મુસાફરો માટે એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં મુસાફરોને કહેવામાં આવ્યું છે કે  સુરક્ષા તપાસમાં વધારો થવાને કારણે સ્ટેશનો પર પ્રક્રિયામાં સામાન્ય કરતાં વધુ સમય લાગી શકે છે. તેથી મુસાફરોને સમય પૂર્વે રેલવે સ્ટેશન પર પહોંચવા અપીલ કરી છે. મુસાફરોને સલાહ આપવામાં આવે છે કે તેઓ તેમની ટ્રેનો ચૂકી જવાના જોખમને ટાળવા માટે વધારાના સમય સાથે સ્ટેશન પર પહોંચે.  રેલવેએ મુસાફરોને આ તપાસ દરમિયાન RPF,GRP અને પોલીસ કર્મચારીઓને સહયોગ આપવા વિનંતી પણ કરી છે.

બિનવારસી વસ્તુ કે શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો  પોલીસને જાણ કરવા અપીલ

આ ઉપરાંત રેલવેએ  સ્ટેશન પર કે ટ્રેનમાં કોઈ પણ બિનવારસી વસ્તુ કે શંકાસ્પદ વ્યક્તિ દેખાય તો તાત્કાલિક આરપીએફ કે પોલીસને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. રેલવે કોઈપણ અનિચ્છનીય ઘટનાને રોકવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષા એજન્સીઓએ દિલ્હી ક્ષેત્રના તમામ રેલવે સ્ટેશનો પર હાઇ એલર્ટ જાહેર કર્યું છે.