નવી દિલ્હીઃ દિલ્હી શાળા શિક્ષણ અધિનિયમ 1973 ની જોગવાઈઓનો ઉલ્લેખ કરીને, નિયામકમંડળે એક મહત્ત્વની ચેતવણી જારી કરી છે. આ નિયમોનું પાલન કરવામાં નિષ્ફળતાના પરિણામે ગંભીર કાર્યવાહી થઈ શકે છે, જેમાં માન્યતા રદ કરવી અથવા શાળા સંચાલનને હસ્તગત કરવા સુધીની જોગવાઈઓ શામેલ છે.શિક્ષણ નિયામકમંડળના આ પગલાનો હેતુ શિક્ષણની સમાન પહોંચ સુનિશ્ચિત કરવાનો છે. આના કારણ દિલ્હી ખાનગી સ્કૂલ પર સકંજો કસાય એવા અણસાર છે.
શાળાઓએ ચુસ્તપણ પાલન કરવું પડશે
નવી દિલ્હી શિક્ષણ નિયામક મંડળે રાષ્ટ્રીય રાજધાનીની તમામ ખાનગી,નોન ગ્રાન્ટેડ અને માન્ય શાળાઓને આદેશ આપ્યા છે. શાળાઓએ હવે ફક્ત માસિક ધોરણે ફી વસૂલવાની કડક ફરજ પાડવામાં આવી છે.આ નિયમોનું કોઈપણ ઉલ્લંઘન થવાના કિસ્સામાં કડક કાર્યવાહીની ચેતવણી પણ આપવામાં આવી છે. આનાથી હવે દિલ્હીની ખાનગી સ્કૂલમાં એ ખાનગી સ્કૂલોની કોઈ પ્રકારની મનમાની નહીં ચાલે. તા. ૩૦ એપ્રિલના રોજના તેના આદેશમાં ડારેક્ટોરેટે જણાવ્યું હતું કે, તેમને વાલીઓ તરફથી અસંખ્ય ફરિયાદો મળી હતી. આ ફરિયાદોમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે કેટલીક શાળાઓ વાલીઓને બે મહિના, ત્રિમાસિક અથવા અન્ય એડવાન્સ ધોરણે ફી ચૂકવવા માટે દબાણ કરી રહી હતી.
મધ્યમ વર્ગના પરિવાનો થતી અસર
આ પ્રથા પરિવારો પર બિનજરૂરી નાણાકીય બોજ નાખી રહી હતી.આ નિર્દેશમાં પુનરાવર્તિત કરવામાં આવ્યું છે કે, શાળાઓ એક જ હપ્તામાં એક કેલેન્ડર મહિનાથી વધુ ફી ચૂકવવાનું ફરજિયાત કરી શકતી નથી.આ પગલું અગાઉના નિર્દેશો તેમજ દિલ્હી હાઈકોર્ટના ચુકાદા સાથે સુસંગત છે. હાઈકોર્ટે વાલીઓ માટે ફી વસૂલાતને અનુકૂળ અને વાજબી બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.વાલીઓ સ્વેચ્છાએ એક સમયે એક મહિનાથી વધુ ફી જમા કરાવી શકે છે. તેમને આવું કરવા માટે કોઈ દબાણ અથવા પ્રલોભનનો ભોગ બનવું જોઈએ નહીં. કોઈપણ શાળાએ પ્રવેશ, સતત નોંધણી અથવા કોઈપણ વિદ્યાર્થી સેવા માટે ફીની અગાઉથી ચુકવણીને શરત બનાવવી જોઈએ નહીં.
નોટિસ બોર્ડ પર સ્પષ્ટતા અનિવાર્ય
બધી શાળાઓએ આ આદેશ તેમના નોટિસ બોર્ડ પર સ્પષ્ટપણે દર્શાવવો આવશ્યક છે. તેમણે સાત કાર્યકારી દિવસોમાં તેને તેમની સત્તાવાર વેબસાઇટ પર પણ અપલોડ કરવો આવશ્યક છે. આ સુનિશ્ચિત કરવા માટે છે કે બધા વાલીઓને તેની જાણ કરવામાં આવે. એ પણ જરૂરી છે. જે તે ખાનગી સ્કૂલ આ નિયમોનું પાલન નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. માન્યતા રદ્દ કરવાથી લઈને સ્કૂલનું સંચાલન લઈ લેવા સુધીની જોગવાઈનો સમાવેશ કરાયો છે.