Thu Jun 11 2026

Logo

હર્ષ સંઘવીનું ચૈતર વસાવાના ગઢમાં ગાબડું, AAPના ક્યા બે ટોચના નેતા BJPમાં જોડાયા ?

2026-02-28 12:14:43
Author: Vimal Prajapati
Article Image

અમદાવાદ: ગુજરાતના નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં ભાજપે મોટું શક્તિપ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના 700થી 1000 કાર્યકર્તાઓએ ભાજપમાં જોડાવાનો નિર્ણય લીધો હોવાનો ભાજપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. આ ઘટના 2027ની વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપ માટે દેડિયાપાડામાં મોટું ગાબડું પાડ્યું હોવાનું અત્યારે ચર્ચાઈ રહ્યું છે. ગુજરાતના નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી પણ આ શક્તિપ્રદર્શન દરમિયાન ઉપસ્થિત રહ્યાં હતાં. 

1000 નેતાઓએ વિધિવત રીતે કેસરીયો ધારણ કર્યો

ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની ડેડીયાપાડા મુલાકાત દરમિયાન આ કાર્યક્રમ યોજાયો હતો. સૌથી મહત્વની વાત તો એ છે કે,આ દરમિયાન આપના પૂર્વ ઉમેદવાર ડૉ. પ્રફુલ વસાવા અને વકીલ રાજ વસાવા સહિત આપ અને કોંગ્રેસના 700થી 1000 નેતાઓએ વિધિવત રીતે કેસરીયો ધારણ કર્યો હતો. હર્ષ સંઘવીએ તેમનું ખેસ પહેરાવી સ્વાગત કર્યું અને આદિવાસી વિસ્તારોમાં વિકાસ કાર્યોની જાહેરાત કરી હતી. આ કાર્યક્રમ દરમિયન સાંસદ મનસુખ વસાવાએ વિપક્ષી નેતા ચૈતર વસાવા પર પ્રહાર કર્યા હતાં. 

આ કાર્યક્રમ શું બોલ્યાં ચૈતર વસાવા?

આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ આ કાર્યક્રમ પર સવાલો ઉભા કર્યા છે. એટલું જ નહીં પરંતુ કોંગ્રેસનું તો કહેવું છે કે, રાજ વસાવા સક્રિય નેતા છે જ નહીં, જ્યારે ભાજપે કહ્યું કે આ ઘટના આદિવાસી પટ્ટામાં પાર્ટીને મજબૂત કરશે. ડેડીયાપાડા (એસટી) બેઠકમાં આપના ચૈતર વસાવા પ્રભુત્વ ધરાવે છે, જેને ભાજપ લક્ષ્ય બનાવી રહી હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. 

ચૈતર વસાવા દ્વારા વાંરવાર ભાજપ પર આકરા પ્રહારો કરવામાં આવે છે. આ કાર્યક્રમમાં 700થી 1000 જેટલા આપ અને કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જોડાયા તે વાત પણ ચૈતર વસાવા માનવા માટે તૈયાર નથી. પરંતુ ભાજપ દ્વારા દાવો કરવામાં આવ્યો છે, ડેડીયાપાડામાં યોજાયા કાર્યક્રમ દરમિયા એક હજાર જેટલા વિપક્ષી નેતાઓ વિધિવત રીતે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે.