દાહોદઃ રાજ્યમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગુજરાત ભાજપના સાંસદે મંજૂર કરેલી ગ્રાન્ટમાંથી મહિલા મોરચા પ્રમુખના પતિના જ પૈસા ટકાવારીના ખેલ રૂપે કાપી લેવામાં આવ્યા હતા. જેને લઈ ખળભળાટ મચી ગયો હતો.
શું છે મામલો
દાહોદના સંજેલી તાલુકામાં સાંસદ જશવંતસિંહ ભાભોરની ગ્રાન્ટમાંથી વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. જેમાંથી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રૂચિતા રાજના પતિ દિલીપસિંહના રૂ. 1.31 લાખ કાપી લેવામાં આવતા રાજકીય ખળભળાટ મચ્યો હતો. આ મામલે પંચાયત તંત્રના સરપંચ, તલાટી અને તાલુકા અધિકારીઓની મિલીભગત હોવાના આક્ષેપ સાથે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ હતી.
દિલીપસિંહ રાજ દ્વારા સાંસદની ગ્રાન્ટમાંથી રૂ, 4,75,00ના ખર્ચે રસ્તાનું કામ પર્ણ કરવામાં આવ્યું હતું. તેમણે ટીડીઓને રજૂઆત કરતાં પંચાયત દ્વારા રૂ .3,43,200નો ચેક આપવામાં આવ્યો હતો. બાકીા રૂ. 1,31,800ની પૂછપરછ કરતાં ટકાવારી પેટે કાપી લેવામાં આવી હોવાનું જણાવાયું હતું. જેથી દિલીપસિંહ ચોંકી ઉઠ્યા હતા. તેમણે કહ્યું કે, પ્રત્યક્ષરીતે થયેલા કામમાં પણ ટકાવારી પેટે રકમ કાપી લેવી ગંભીર બાબત છે.