Sun Aug 23 2026

Logo

મધરાત બાદ 1.30 વાગ્યાથી ક્લોઝિંગ સેરેમનીઃ ભારતીય સંઘની આગેવાની આ મેડલ-વિજેતાને સોંપાઈ

Glasgow   2026-08-02 20:56:32
Author: Ajay Motiwala
Article Image

ગ્લાસગોઃ અહીં 23મી કૉમનવેલ્થની પૂર્ણાહુતિનો સમય નજીક આવી ગયો છે અને આજે મધરાત બાદ 1.30 વાગ્યે શરૂ થનારી ક્લોઝિંગ (Closing) સેરેમની દરમ્યાન ગર્વ સાથે પરેડમાં ભાગ લેનાર ભારતીય સ્પર્ધકોના નેતૃત્વની જવાબદારી ગોલ્ડ મેડલ-વિજેતા મુક્કાબાજ જૈસમિન (Jaismine) લમ્બોરિયાને સોંપવામાં આવી હતી.

24 વર્ષની જૈસમિન 57 કિલો વર્ગમાં વર્લ્ડ ચૅમ્પિયન છે અને કૉમનવેલ્થમાં શનિવારે તે સુવર્ણચંદ્રક જીતી હતી. 2022ની કૉમનવેલ્થમાં તે બ્રૉન્ઝ મેડલ જીતી હતી. તેણે 2026ની શરૂઆતમાં એશિયન ચૅમ્પિયનશિપમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો.

PTI2030ની કૉમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજાશે અને એટલે ભારતીય સ્પર્ધકોએ ગર્વભેર આગામી યજમાનના માન-સન્માન સાથે ગ્લાસગોમાંથી વિદાય લેવાની તૈયારી કરી દીધી હતી.

આ વખતની કૉમનવેલ્થ ગેમ્સમાં 74 દેશના ઍથ્લીટોએ ભાગ લીધો હતો. ક્લોઝિંગ સેરેમનીની સાથોસાથ ભારતને 2030ની યજમાની આપવા વિશેની જે `હૅન્ડઓવર સેગમેન્ટ' ઇવેન્ટનું આયોજન થયું હતું એમાં અરસપરસના મૂલ્યો, સંસ્કૃતિ તથા એકમેક સાથેના વિવિધ સ્તરિય સંબંધો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.