Sat Jun 06 2026

Logo

કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, અભિજીત દીપકેએ કરી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ

2026-06-06 12:10:00
Author: mumbai samachar team
Article Image

નવી દિલ્હીઃ કોકરૉચ જનતા પાર્ટીના અભિજીત દીપકેએ સમર્થકો સાથે દિલ્હીના જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન TMCની રાજ્યસભા સાંસદ સાગરિકા ઘોષે CJP આંદોલનને પોતાનું સમર્થન આપ્યું. તેમણે 'X' (ટ્વિટર) પર લખ્યું, 'શુભકામનાઓ અને પૂરું સમર્થન. સત્યની લડાઈ લડતા રહો!'

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ

કોકરોચ જનતા પાર્ટીના વિરોધ પ્રદર્શનમાં ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે, શિક્ષણ મંત્રીને આપણે ચૂંટીને મોકલ્યા છે, આપણા ટેક્સમાંથી તેમને પગાર મળે છે! કોકરોચ (cockroach) આવી રહ્યા છે, ધર્મેન્દ્ર પ્રધાન જઈ રહ્યા છે!

પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, "કદાચ આ પહેલીવાર છે જ્યારે દિલ્હી પોલીસે સાચો નિર્ણય લઈને સીજેપી (CJP) ને પ્રદર્શન કરવાની મંજૂરી આપી છે. હવે જોવાનું એ રહેશે કે સોશિયલ મીડિયા પર મળેલો સપોર્ટ જમીન પર પણ એટલો જ દેખાય છે કે નહીં."

કોકરોચ જનતા પાર્ટીએ યુવાનોને અપીલ કરી છે કે પ્રદર્શન સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને બંધારણની મર્યાદામાં રહીને કરવામાં આવે. પાર્ટીએ જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ કોઈપણ પ્રકારની ગરબડ કે ખોટી હરકત કરવાનો પ્રયાસ કરે, તો તેનો તરત જ વીડિયો રેકોર્ડ કરી લો અથવા પોલીસને તેની જાણ કરો. સીજેપીએ તમામ સમર્થકોને ગમે તે પરિસ્થિતિમાં શાંતિ જાળવી રાખવા અને શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરવા અપીલ કરી છે.

વરિષ્ઠ વકીલ અને સામાજિક કાર્યકર્તા પ્રશાંત ભૂષણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે, પરીક્ષાના પેપર લીક થવા, ભરતી પ્રક્રિયાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર, વધતી જતી બેરોજગારી, રાજેશ ફેકએક્સપોર્ટ્સ (Rajesh FakeXports) જેવા કથિત કૌભાંડો, કુદરતી સંસાધનોની લૂંટ અને અર્થતંત્રને મોટા કોર્પોરેટ જૂથોના હાથમાં સોંપી દેવા જેવી ઘટનાઓએ દેશમાં ગંભીર સ્થિતિ ઊભી કરી દીધી છે.

તેમણે આક્ષેપ કર્યો હતો કે દેશનું અર્થતંત્ર સંકટના સમયમાંથી પસાર થઈ રહ્યું છે, વિદેશ નીતિ સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે અને દેશની સંસ્થાઓ પ્રભાવિત થઈ છે. તેમણે વધુમાં જણાવ્યું કે ચૂંટણી પંચ, ન્યાયતંત્ર, મીડિયા અને અન્ય સંસ્થાઓની સ્થિતિને લઈને પણ ગંભીર ચિંતાઓ સેવાઈ રહી છે.