Tue Aug 25 2026

Logo

કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેને જયપુરમાં જાહેરમાં થપ્પડ મારવામાં આવી

2026-06-15 18:37:00
Author: Chandrakant Kanoja
કોકરોચ જનતા પાર્ટીના સ્થાપક અભિજીત દીપકેને જયપુરમાં જાહેરમાં થપ્પડ મારવામાં આવી

જયપુર: ભારતમાં કોકરોચ જનતા પાર્ટીની સ્થાપના કરીને ચર્ચામાં આવેલા તેના સ્થાપક અભિજીત દીપકેને  જયપુરમાં વિરોધ પ્રદર્શન દરમિયાન  લોકો દ્વારા માર મારવામાં આવ્યો છે.  અભિજીત દીપકે જયપુરમાં આયોજિત NEET પેપર લીક, શિક્ષણ વ્યવસ્થા અને બેરોજગારી જેવા મુદ્દા પરના પ્રદર્શનમાં હિસ્સો લેવા પહોંચ્યા હતા. જેમાં ભીડમાં હાજર લોકોએ તેમને વારંવાર થપ્પડ મારી હતી. 

પોલીસે થપ્પડ મારનાર વ્યક્તિની ધરપકડ કરી 

આ અંગે મળતી માહિતી મુજબ ભીડ વચ્ચે ત્રણ વ્યક્તિઓ આવી પહોંચ્યા હતા. તેમાંથી એક વ્યક્તિ આગળ આવ્યો હતો  અને અભિજિત દીપકેને વારંવાર થપ્પડ મારી હતી. જોકે, પોલીસે તાત્કાલિક થપ્પડ મારનાર વ્યક્તિની ધરપકડ કરી અને તેને વિદ્યાકપુરી પોલીસ સ્ટેશન લઈ ગયો.

ઘણા લોકોના મોબાઈલ ફોન ચોરાઈ ગયા હોવાના અહેવાલો

આ ઉપરાંત વિરોધ પ્રદર્શન દરમિયાન ઘણા લોકોના મોબાઈલ ફોન ચોરાઈ ગયા હોવાના અહેવાલો પ્રકાશમાં  આવ્યા હતા. આ  થપ્પડ મારવાની ઘટનાથી સ્થળ પર હોબાળો મચી ગયો હતો. તેમજ  સ્ટેજ પરથી લોકોને તેમના મોબાઈલ ફોન સુરક્ષિત રાખવા વિનંતી કરતી જાહેરાતો કરવામાં આવી રહી હતી. આ ઘટનાના એક વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે સીજેપીના સ્થાપક અભિજીત દિપકે સ્ટેજ તરફ આગળ વધી રહ્યા છે જ્યારે તેમને તેમના સમર્થકો ખભા પર લઈ જઈ રહ્યા હતા.