Wed Sep 16 2026

Logo

કોક્રોચ જનતા પાર્ટી (CJP): સોશિયલ મીડિયા પર ધૂમ મચાવવાને કારણે સ્થાપકના માતાપિતા ચિંતામાં

2026-05-22 19:46:07
Author: Mumbai Samachar Team
કોક્રોચ જનતા પાર્ટી (CJP): સોશિયલ મીડિયા પર ધૂમ મચાવવાને કારણે સ્થાપકના માતાપિતા ચિંતામાં

છત્રપતિ સંભાજીનગરઃ સોશિયલ મીડિયા પર વ્યંગાત્મક ડિજિટલ ગ્રુપ 'કોક્રોચ' જનતા પાર્ટીને (સીજેપી) કારણે તેના સ્થાપક અભિજીત દિપકેના માતાપિતાને ડર પેઠો છે કે તેઓ મુશ્કેલીમાં મુકાઈ શકે છે અથવા ધરપકડ થઇ શકે છે.

આ ગ્રુપ, જે હવે સીજેપી તરીકે લોકપ્રિય છે, તેના ઇન્સ્ટાગ્રામ પર 19 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જેની સ્થાપના એક અઠવાડિયા પહેલા બોસ્ટન યુનિવર્સિટીના વિદ્યાર્થી દિપક દ્વારા કરવામાં આવી હતી, જે અગાઉ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો હતો.

મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં રહેતા તેના માતાપિતા ભગવાન અને અનિતા દિપકે એ જણાવ્યું હતું કે તેઓ તેમના પુત્રને રાજકારણમાં પ્રવેશવા દેવા માટે ઉત્સુક નથી. તેઓ ઇચ્છે છે કે તેમનો પુત્ર પુણે અથવા દિલ્હીમાં નોકરી કરે. અભિજીતના આ પગલા વિશે જાણ્યા પછી માતાપિતાએ કહ્યું કે તેમની ઊંઘ ઉડી ગઈ છે.

દિપકના મતે, કોકરોચ જનતા પાર્ટીનો જન્મ ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તની વકીલની ટીકા કરતી વખતે "પરોપજીવી" અને "કોકરોચ" શબ્દોનો ઉપયોગ કર્યો હતો તેના વિવાદ પછી થયો છે.

જોકે મુખ્ય ન્યાયાધીશે પાછળથી સ્પષ્ટતા કરી હતી કે તેમના શબ્દો ખોટી રીતે ટાંકવામાં આવ્યા હતા અને તેમની ટિપ્પણી ખાસ કરીને "બનાવટી ડિગ્રીઓ" દ્વારા કાયદાકીય વ્યવસાયમાં પ્રવેશતા વ્યક્તિઓ પર નિર્દેશિત હતી.

સીજેપી એ કીડાને તેના પ્રતીક તરીકે રાખીને સોશિયલ મીડિયા પર તોફાન મચાવ્યું છે.  મીમ્સનો ઉપયોગ કરીને, સીજેપી  પ્લેટફોર્મે રાજકીય વ્યંગ અને ટિપ્પણી દ્વારા ઝડપથી લોકપ્રિયતા મેળવી છે. તેની મોટાભાગની સામગ્રી યુવાનોની ચિંતાઓ જેમ કે બેરોજગારી, પરીક્ષા પેપર લીક અને શિક્ષણ પર કેન્દ્રિત છે, જે ગ્રાફિક્સ, એનિમેશન, મેનિફેસ્ટો દ્વારા  દર્શાવવામાં આવે છે.

(પીટીઆઈ)