Mon Jul 27 2026

Logo

યોગી આદિત્યનાથની કડક ચેતવણી: ‘રસ્તા પર નમાઝ નહીં ચાલે, જરૂર પડે તો શિફ્ટમાં પઢો...’

2026-05-18 15:15:00
Author: Mayur Patel
Article Image

લખનઊઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે બકરી ઈદના તહેવાર પહેલા રાજ્યમાં સડક પર નમાઝ પઢવાને લઈ મોટો આદેશ આપ્યો છે. સીએમ યોગીએ કહ્યું કે, નમાઝ પઢવી હોય તો તમે શિફ્ટમાં પઢો. પ્રેમથી માનશો તો ઠીક છે, નહીંતર બીજી રીત અપનાવીશું. 

મુખ્ય પ્રધાને કહ્યું, લોકો મને પૂછે છે કે સાહેબ તમારે ત્યાં ઉત્તર પ્રદશમાં શું સડકો પર સાચે જ નમાજ પઠવામાં નથી આવતી? હું કહું છું ના. તમે જઈને જુઓ. રસ્તાઓ ચાલવા માટે છે. શું ત્યાં કોઈ પણ વ્યક્તિ આવીને તમાશો કરે તો ચલાવી લેવાય? કોઈને પણ રસ્તાઓ રોકવાનો શું અધિકાર છે. સડક બંધ કરવાનો તેમને કયો અધિકાર છે? જ્યાં તેમનું સ્થળ હોય ત્યાં જઈને કરવું જોઈએ.

શિફ્ટમાં નમાઝ પઢો
સીએમ યોગીએ કહ્યું, તે લોકોએ મને કહ્યું સાહેબ કેવી રીતે થશે. અમારી સંખ્યા વધારે છે. મેં કહ્યું શિફ્ટ કરી લો. તમારા ઘરમાં રહેવાની જગ્યા ન હોય તો સંખ્યા નિયંત્રિત કરો. જો તમારે સિસ્ટમ સાથે રહેવું હોય તો કાયદા અને કાનૂનનું પાલન કરવાનું શરૂ કરો.

સરકારનો નિયમ સાર્વભૌમનો છે
મુખ્ય પ્રધાને એમ પણ કહ્યું, કાયદાનું રાજ હશે. તમામને સમાન રીતે લાગુ થશે. નમાઝ પઢવી જરૂરી છે. તમે શિફ્ટમાં પઢો, અમે કોઈને રોકીશું નહીં. પરંતુ રસ્તા પર નહીં. રસ્તા આમ આદમીને ચાલવા માટે, બીમાર વ્યક્તિ માટે, કામદાર માટે, કર્મચારી માટે, વેપારી માટે છે. આપણે તેમાં અવરોધ ઊભો કરી શકીએ નહીં. સરકારનો નિયમ સાર્વભૌમ છે, જે તમામ માટે સમાન રીતે લાગુ થાય છે.

નહીં તો કાયદો કાયદાનું કામ કરશે
આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે અમે રસ્તા પર અરાજકતા નહીં ફેલાવવા દઈએ. પ્રેમથી માનશો તો ઠીક છે, નહીંતર બીજી રીત અપનાવીશું. અમારું કામ સંવાદનું છે. સંવાદથી સમજો તો ઠીક છે નહીંતર કાયદો કાયદાનું કામ કરશે.