ટોકિયોઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે ઈઝરાયલના પ્રવાસે છે, જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ જાપાનની મુલાકાતે છે ત્યારે બંનેની મુલાકાત દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. સીએમ આદિત્યનાથ યોગીએ પોતાની જાપાન યાત્રાના અંતિમ દિવસે યામાનાશીમાં હાઈ સ્પીડ બુલેટ ટ્રેનની મુસાફરી કરી હતી. હાઈડ્રોજન ગ્રીન એનર્જી પ્લાન્ટ પછી કલાકના 600 કિલોમીટરની ઝડપથી દોડનારી હાઈ સ્પીડ મેંગલેવ ટ્રેનનો અનુભવ કર્યો હતો. લિનિયર મેંગ્લેવ ટ્રેન કલાકના 500 કિલોમીટરની રફતારથી દોડે છે, જ્યારે જાપાનની બુલેટ ટ્રેનની ઝડપ કલાકના 300 કિલોમીટરની છે.
યમનાશીમાં ડેમો રન વખતે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ટ્રેનની સુપરસ્પીડની મુસાફરી કરી હતી, પરંતુ આરામદાયકા મુસાફરીનો અનુભવ કર્યો હતો. એક સમયે ટ્રેનની સ્પીડ કલાકના 501 કિલોમીટરની હતી, પરંતુ ટ્રેનમાં એક પણ કંપન જોવા મળ્યું નહોતું.
ટ્રેનની મુસાફરી વખતે યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા પર પોસ્ટમાં લખ્યું હતું કે તમે જોઈ શકો છો મેં 501 કિલોમીટરની સ્પીડની ટ્રેનમાં મુસાફરી કરી છે. યમનાશી જાપાનમાં એલિવેટેડ SC MAGLEV ટ્રેનનો અનુભવ કર્યો હતો, જે નેક્સ્ટ-જનરેશન હાઈ સ્પીડ સિસ્ટમ છે. આ ટ્રેનની મહત્તમ સ્પીડ કલાકના 500 કિલોમીટરની ઝડપ છે, જ્યારે ટેક્નિકલ રીતે એની સ્પીડ એટલી છે જે કે જાણે ઉડે છે.
You can see that I was travelling at 501 km/h.
— Yogi Adityanath (@myogiadityanath) February 26, 2026
Experienced Japan’s advanced SCMAGLEV train in Yamanashi, a next-generation high-speed system that reaches speeds of up to 500 km/h and represents the future of clean, efficient and precision mobility.
The ride was smooth and… pic.twitter.com/Xbp8ftEwv8
SC MAGLEV ટ્રેન જાપાનની સેન્ટ્રલ જાપાન રેલવે કંપની દ્વારા વિકસિત કરવામાં આવી છે, જેમાં સુપરકન્ડકટિંગ મેગ્નેટ્સનો ઉપયોગ કરવામાં આવે છે, જે ટ્રેનને ટ્રેકથી ઉપર રાખે છે અને આગળ વધે છે. આ ટ્રેનની સ્પીડ પણ મહત્તમ કલાકના 600 કિલોમીટરની ઝડપ છે. યમનાશી મેંગ્લેવ લાઈન પર 2015માં આ ટ્રેને કલાકના 603 કિલોમીટરની સ્પીડનો રેકોર્ડ છે. આ ટ્રેન ચુઓ શિંકાન્સેન લાઈન પર દોડાવાય છે, જે ભારત અને જાપાનની વચ્ચે હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ્સ સહિત અનેક ક્ષેત્રમાં ટેક્નિકલ સહયોગ પણ વધાર્યા છે.