નવી દિલ્હીઃ નવી દિલ્હીના જંતરમંતર પર ચાલી રહેલી કોક્રોચ જનતા પાર્ટીની બબાલ હવે રાજકીય રંગ પકડી રહી છે. વિપક્ષના મુખ્યનેતા રાહુલ ગાંધીએ જંતરમંતરની મુલાકાત લેતા મામલો હવે અલગ દિશામાં જઈ રહ્યો છે. બીજીબાજુ, પોલીસે વિદ્યાર્થી-યુવાનો પર લાઠીચાર્જ કરતા માહોલ ગરમાયો હતો. બોલિવૂડથી લઈને સામાજિક કાર્યકર્તાઓ સુધી દરેકે આ ઘટનાની અલગ રીતે નોંધ લીધી છે, પ્રતિક્રિયા આપી છે. રાજીનામાની માગ વચ્ચે જ્યારે વિપક્ષ નેતા જંતરમંતર પર પહોંચ્યા એ સમયે વળાંક આવ્યો. વિરોધ પ્રદર્શનની નોંધ લઈને કેન્દ્રીય મંત્રી ચીરાગ પાસવાને કહ્યું હતં કે, વિપક્ષનું કામ વારંવાર સત્તાપક્ષ પર અને સરકાર પર આરોપ લગાવવાનું જ રહ્યું છે.
ક્યાં હોય છે વિપક્ષ?
જ્યારે અસલી વાતચીત શરૂ થાય છે એ સમયે વિપક્ષ ક્યાં હોય છે? હાલમાં આ વિષય પર વિપક્ષને કંઈ પણ કહેવું એ ભેંસ આગળ બિન વગાડવા બરોબર છે. તેઓ કોઈ વાતને સાંભળવા જ માગતા નથી. સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા વધારવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ અહીં ઉઠાવવામાં આવી રહ્યા છે તેનાથી તેમને કોઈ ફરક પડતો નથી.
આજે NDA સાંસદો સાથેની બેઠકમાં, વડા પ્રધાને સ્પષ્ટપણે કહ્યું કે, ભારતના ભવિષ્ય અથવા તેના યુવાનો અને વિદ્યાર્થીઓના હિત સાથે કોઈ સમાધાન થઈ શકે નહીં, પરંતુ જો દરેક સત્ર પહેલાં એક કે બે મુદ્દા ઉઠાવો છો, તો બધા મુદ્દાઓ પર એક સાથે ચર્ચા કેમ નથી કરતા? મુદ્દાઓને અધવચ્ચે જ કેમ છોડી દો છો? તમારે તે મુદ્દાઓને તેમના તાર્કિક નિષ્કર્ષ સુધી જોવા જોઈએ. આજે એક મુદ્દો ઉઠાવો છો, પરંતુ આગામી સત્રમાં સંપૂર્ણપણે નવો મુદ્દો ઉઠાવો છો. આનો અર્થ એ થાય છે કે, એકમાત્ર ઉદ્દેશ્ય વાતચીત દ્વારા મુદ્દાઓનું નિરાકરણ લાવવાને બદલે હોબાળો મચાવવાનો છે.
બે નેતાઓના મત
જ્યારે ખેડૂતો, વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે અમે ઊભા હોઈએ એ સમયે સજેશન આપો.અમે આ લોકો સાથે મજબૂતી સાથે ઊભા રહી શકીએ છીએ. અમે તમારા દરેક તથ્યોને સ્વીકારીશું અને આપની દરેક વાત પણ માનીશું. પણ ચર્ચા તથ્યો પર આધારિત હોવી જોઈએ. આટલી તૈયારી હોવા છતાં તેઓ બબાલનો રરસ્તો પસંદ કરી રહ્યા છે.
રસ્તા પર નાસભાગ કરે છે.લોકોનું ધ્યાન ભટકાવે છે.વાતચીત અને યોગ્ય ચર્ચા કરવા માટે તૈયાર કરેલા મંચને નજરઅંદાજ કરી દેવામાં આવે છે. આ પહેલા કોંગ્રેસમાંથી કદાવર નેતા કપિલ સિબ્બલે આ જ વિષય પર વાત કરતા કહ્યું હતું કે, સરકાર સાંભળવાની ગણતરીમાં હોતી નથી. એકવાર સંવાદ કરીને રસ્તો કાઢવો જોઈએ.