Mon Jul 27 2026

Logo

ચેન્નાઈથી અબુ ધાબી જતી ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા ફ્લાઇટ રદ, યાત્રીઓ સુરક્ષિત

2026-05-12 20:22:56
Author: Chandrakant Kanoja
Article Image

ચેન્નાઈ : ભારતમાં ચેન્નાઈથી અબુ ધાબી જતી ફ્લાઇટમાં ટેકઓફ પહેલાં જ ટેકનિકલ ખામી સર્જાઇ હતી. જેના લીધે ફલાઇટનું ઉડાન  રદ કરવામાં આવ્યું હતું. તેમજ ફલાઇટમાં સવાર 280 યાત્રીઓને સલામત રીતે ઉતારવામાં આવ્યા હતા.  આ અંગે મળતી મુજબ એતિહાદ એરલાઇન્સની ફ્લાઇટ EY34 ચેન્નાઈથી ટેકઓફની તૈયારી કરી રહ્યું હતું. આ સમય દરમિયાન  ટેકઓફ પૂર્વેની તપાસમાં એન્જિનિયરોને હાઇડ્રોલિક લીકની સમસ્યા મળી હતી. 

મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા

આ ફ્લાઇટમાં એ સમયે 280 મુસાફરો સવાર હતા. તેમજ ફ્લાઇટ છેક અબુધાબી સુધી જવાની  હતી. પરંતુ હાઇડ્રોલિક લીકના લીધે ફલાઇટની ઉડાન સલામત ન  હતી. જેના લીધે ફલાઇટ રદ કરીને તાત્કાલિક મુસાફરોને 
સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા હતા. 

ફ્લાઇટની ડાબી પાંખ પાસે ધુમાડો 

આ અંગે મળતી માહિતી મુજબ  ટેકઓફ દરમિયાન ફ્લાઇટની ડાબી પાંખ પાસે ધુમાડો જોવા મળ્યો હતો. જેના કારણે એરપોર્ટ પર હંગામો થયો હતો. તેમજ સાવચેતીના પગલા લેતા  ફાયર અને બચાવ ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે ત્યારબાદ એરલાઈને સ્પષ્ટતા કરી હતી કે વિમાનમાં કોઈ નથી  લાગી 

ફ્લાઇટને ટેકઓફ પૂર્વે ગ્રાઉન્ડ કરવાનો નિર્ણય 

આ અંગે એતિહાદ એરવેઝે એક નિવેદનમાંજણાવ્યું હતું કે ટેકનિકલ સમસ્યાને કારણે ફ્લાઇટને ટેકઓફ પૂર્વે ગ્રાઉન્ડ કરવાનો  નિર્ણય લીધો હતો. તેમજ બધા મુસાફરોને સુરક્ષિત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. એરલાઇને એ પણ નોંધ્યું હતું કે સલામતી પ્રોટોકોલ મુજબ ઇમરજન્સી  સેવાઓ બોલાવવામાં આવી હતી જે સંપૂર્ણપણે સાવચેતીભર્યું પગલું હતું.