Fri Sep 04 2026

Logo

ચેમ્બુર-ઘાટકોપરમાં ૧૨ કલાક પાણીપુરવઠો ઠપ્પ રહેશે

2026-05-14 21:40:51
Author: Sapna Desai
ચેમ્બુર-ઘાટકોપરમાં ૧૨ કલાક પાણીપુરવઠો ઠપ્પ રહેશે

(અમારા પ્રતિનિધિ તરફથી)    

મુંબઈ:
મુંબઈમાં શુક્રવારથી ૧૦ ટકા પાણીકાપ અમલમાં આવી ગયો છે ત્યારે પૂર્વ ઉપનગરના ચેમ્બુર સહિત ઘાટકોપરના અમુક વિસ્તારોમાં સોમવારે ૧૨ કલાક માટે પાણીપુરવઠો ઠપ્પ રહેવાનો છે, તેને કારણે નાગરિકોને હજી હાલાકીનો સામનો કરવો પડવાનો છે.

અમર મહલ (હેગડવાર ઉદ્યાન)થી તુર્ભે લો લેવલ રિઝર્વિયર ટનલ ચાલુ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તેથી સોમવાર, ૧૮મેના સવારના ૧૦ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધીના ૧૨ કલાક માટે ચેમ્બુર, ઘાટકોપર, દેવનાર, માનખુર્દ, ટ્રોમ્બે, એચ.પી.સી.એલ રિફાઈનરી, એચ.પી.સી. એલ કોલોની, ઈંડિયન ઓઈલ કંપની લિમિટેડ, બી.પી.સી.એલ કોલોની, ટાટા કોલની, આર.સી.એફ કોલોની, બી.પી.ટી. ઈન્ડિયન ઓઇલ સહિતના વિસ્તારમાં પાણીપુરવઠો ખોરવાઈ જશે. તો અમુક વિસ્તારોમાં ઓછા દબાણ સાથે થશે.

વોટરટલનું કામ થઈ ગયા બાદ નાગરિકોને ૧૮થી ૨૫ મે સુધીના સમયગાળામાં પાણી ઉકાળીને અને ગાળીને પીવાની સલાહ આપવામાં આવી છે.