ભારતમાં સોનાના ભાવ આસમાને પહોંચી રહ્યા છે, ત્યારે દુનિયામાં એક એવો દેશ પણ છે જ્યાં સોનું દૂધ અને ઈંડા કરતા પણ સસ્તું વેચાઈ રહ્યું છે. દક્ષિણ અમેરિકાનો દેશ વેનેઝુએલા હાલમાં આર્થિક કટોકટી અને અતિશય મોંઘવારીનો સામનો કરી રહ્યો છે, જેના કારણે ત્યાં સોનાના ભાવ કોડી સમાન થઈ ગયા છે. આ દેશમાં 1000થી 2000 રૂપિયામાં તમે એક તોલુ સોનુ ખરીદી શકો છો. ચાલો જાણીએ શું છે આ પાછળનું કારણ...
જ્યાં ભારતમાં 10 ગ્રામ સોનાનો ભાવ રૂપિયા 1.50 લાખની આસપાસ પહોંચી ગયો છે, ત્યાં વેનેઝુએલામાં સ્થિતિ સાવ ઉલટી છે. વર્ષ 2026માં વેનેઝુએલામાં 24 કેરેટ સોનાની કિંમત માત્ર 100થી 200 રૂપિયા પ્રતિ ગ્રામની આસપાસ છે આનો અર્થ એવો થયો કે તમે 1100થી 2000 રૂપિયામાં તો 10 ગ્રામ સોનું ખરીદી શકો છો.
તમને જાણીને નવાઈ લાગશે કે વેનેઝુએલામાં જ્યાં એક તરફ સોનું સસ્તું છે પણ ખાવા-પીવાની વસ્તુઓ આસમાને છે. અહીં એક લિટર દૂધની કિંમત રૂપિયા 175 અને એક ડઝન ઈંડાની કિંમત રૂપિયા 233 છે. હવે વાત કરીએ કે વેનેઝુએલામાં સોનું આટલું સસ્તુ કઈ રીતે છે એની તો વેનેઝુએલાનું ચલણ બોલિવર દિવસે દિવસે નબળું પડી રહ્યું છે અને દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે. પૈસાની વેલ્યુ શૂન્ય જેવી થઈ જતા સોનું કોડીના ભાવે વેચાઈ રહ્યું છે.

તેલનો ભંડાર હોવા છતાં કંગાળ
તમારી જાણકારી માટે કે વેનેઝુએલા પાસે દુનિયાનો સૌથી મોટો તેલ ભંડાર એટલે કે 303 બિલિયન બેરેલ એટલે કે અંદાજે 40 લાખ ટન સોનાનો ભંડાર આવેલો છે. આમ છતાં પણ ભ્રષ્ટાચાર અને ખોટી નીતિઓને કારણે આ દેશ અત્યારે કંગાળીની હાલતમાં પહોંચી ગયું છે.
શું તમે ત્યાંથી સોનું લાવી શકો?
આઈ નો આઈ નો હવે તમને થશે કે જો વેનેઝુએલામાં સોનું આટલું સસ્તુ છે તો ત્યાંથી સોનું ખરીદીને ભારત લાવી શકાય કે નહીં? તો તમારા આ સવાલનો જવાબ છે કે હા, તમે વેનેઝુએલાથી સોનું ખરીદીને લાવી શકો છો. જોકે, વિદેશથી સોનું લાવવા માટે કસ્ટમ ડ્યૂટીના નિયમોનું પાલન કરવું પડે છે. ભારતીય નિયમો મુજબ, મહિલા મુસાફરો 40 ગ્રામ એટલે કે ચાર તોલા સુધી અને પુરુષો 20 ગ્રામ એટલે કે બે તોલા સુધી સોનું ડ્યૂટી-ફ્રી લાવી શકે છે. તેથી વધુ વજન માટે નિર્ધારિત ડ્યૂટી ચૂકવવી પડે છે.