Wed Jun 17 2026

Logo

કેનેડા ભારતને ઇંધણ-મિનરલ્સ વેચવા તૈયાર! ભારતના ઉર્જા સંકટનો લાભ ઉઠાવવાનો પ્રયાસ?

2026-03-11 11:25:00
Author: Savan Zalariya
Article Image

નવી દિલ્હી: પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સશસ્ત્ર સંઘર્ષને કારણે ભારતમાં ઉર્જા પુરવઠાને માઠી અસર પહોંચી છે, હાલ કેટલાક પ્રદેશોમાં LPG સિલિન્ડરની અછત સર્જાઈ છે, LNGની અછતને કારણે ઘણી ઇન્ડસ્ટ્રી બંધ થઇ રહી છે. ભારતની સ્થિતિનો નો લાભ લેવા માટે કેનેડા કુદી પડ્યું છે, કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ બુધવારે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેમણે કેનેડાને “ઊર્જા મહાસત્તા" ગણાવ્યું અને ભારતની ઊર્જા માંગને પહોંચી વળવા સક્ષમ હોવા જણાવ્યું.

કેનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની તેમની સંયુક્ત પ્રેસ બ્રિફિંગ દરમિયાનનો એક વિડીયો શેર કર્યો. વિડીયોમાં માર્ક કાર્ની કહી રહ્યા છે કે કેનેડા વિશ્વનો સૌથી ઓછો કાર્બન ધરાવતો, વિશ્વસનીય રીતે ઉત્પાદિત લિક્વિફાઇડ નેચરલ ગેસ (LNG) સપ્લાય કરે છે. આ LNGનો ઉપયોગ એશિયા અને યુરોપમાં વીજળી ઉત્પાદન અને ઔદ્યોગિક ઉપયોગ માટે મોટા પાયે થાય છે.

કાર્નીએ કહ્યું,, "ભારત ઉત્પાદન, ક્લીન ટેકનોલોજી અને ન્યુક્લિયર પ્લાન માટે મહત્વપૂર્ણ ખનિજોની જરૂર છે, એવામાં કેનેડાની સંસાધન અને અગ્રણી કંપનીઓ ભારતને વ્યૂહાત્મક ભાગીદાર માને છે. વિશ્વની 40 ટકા ખાણકામ કંપનીઓ કેનેડામાં રજીસ્ટર્ડ છે."

નોંધનીય છે કે ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે, ભારતની ઉર્જા જરૂરીયાત 2040 સુધીમાં બમણી થવાનો અંદાજ છે. ત્યારે કેનેડા ભારતની વિશાળ માંગનો ફાયદો ઉઠાવવાની યોજના બનાવી રહ્યું છે

અહેવાલ ભારતે કેનેડા પાસેથી ક્રૂડ, એલપીજી, એલએનજી અથવા યુરેનિયમ ખરીદવાની તૈયારી બતાવી છે. ભારતે કેનેડાને ઝડપથી મંજૂરીઓ આપવા વિનંતી કરી છે, જેથી ભારતના અર્થતંત્રને ટેકો મળી શકે.