Fri May 22 2026

Logo

કુબેર દેવ ખોલશે તિજોરીના દ્વાર! શુક્રની રાશિમાં સૂર્ય-બુધનો મહાસંયોગ, આ રાશિઓ પર થશે ધનનો વરસાદ...

2026-05-21 17:21:44
Author: Darshana Visaria
Article Image

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહોના રાજા સૂર્ય અને બુદ્ધિના દાતા બુધ ગ્રહની યુતિને અત્યંત પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવે છે. હાલમાં આ બંને ગ્રહો શુક્રની રાશિ વૃષભમાં સાથે બિરાજમાન છે, જેના કારણે બ્રહ્માંડમાં અદ્ભુત 'બુધાદિત્ય રાજયોગ' (Budhaditya Rajyog)નું નિર્માણ થયું છે. 15મી મેથી શરૂ થયેલો આ રાજયોગ 29મી મે 2026 સુધી ચાલશે, ત્યારબાદ બુધ પોતાની સ્વરાશિ મિથુનમાં પ્રવેશ કરશે.

જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર ગ્રહોના રાજાને સૂર્યનો સંબંધ આત્મા, પિતા, સરકારી નોકરી અને માન-સન્માનના કારક છે, જ્યારે બુધને ગ્રહોના રાજકુમારનો દરજ્જો આપવામાં આવ્યો છે અને તેનો સંબંધ વ્યાપાર, વાણી અને તર્કના કારક છે. આ બંનેનો સમન્વય પાંચ ખાસ રાશિઓના જાતકોને કરિયરમાં બમ્પર પ્રગતિ અને છપ્પરફાડ ધનલાભ કરાવશે.

કર્કઃ

કર્ક રાશિના જાતકો માટે આ બુધાદિત્ય રાજયોગ અતિ શુભ ફળદાયી રહેશે. સૂર્યદેવ ધન ભાવના સ્વામી અને બુધ મહેનતના સ્વામી થઈને તમારા લાભ સ્થાનમાં બિરાજમાન છે. આ સંયોગથી લાંબા સમયથી અટકેલા સરકારી કે ખાનગી કાર્યો ઝડપથી પૂર્ણ થશે. નોકરીયાત વર્ગ માટે આ સમય સોનેરી સાબિત થશે; તમારી મહેનત રંગ લાવશે અને ઓફિસમાં પ્રમોશન તેમજ આકર્ષક પગાર વધારા (Increment) ના મજબૂત યોગ છે. વ્યાપારમાં નવી વ્યુહરચનાથી મોટો આર્થિક નફો થશે અને સમાજમાં પદ-પ્રતિષ્ઠા વધશે.

સિંહઃ

સિંહ રાશિના જાતકો માટે આ સમયગાળો કરિયરને નવી ઊંચાઈ પર લઈ જનારો નીવડશે. તમારી રાશિના દસમા (કર્મ) ભાવમાં સૂર્ય અત્યંત બળવાન સ્થિતિમાં છે અને બુધ ધન ભાવના સ્વામી છે. નોકરી અને બિઝનેસ બંને ક્ષેત્રે તમને અપાર સફળતા મળશે. કાર્યસ્થળ પર ઉચ્ચ અને વરિષ્ઠ અધિકારીઓ સાથેના સંબંધો મધુર બનશે, જેનાથી તમે તમારા લક્ષ્યો આસાનીથી પ્રાપ્ત કરી શકશો. બજારમાં અટકેલા પૈસા અચાનક પરત મળવાથી આર્થિક ચિંતાઓ કાયમ માટે દૂર થશે.

કન્યાઃ

કન્યા રાશિના જાતકો માટે સૂર્ય અને બુધની આ યુતિ નવમા (ભાગ્ય) ભાવમાં થઈ રહી છે. આનાથી તમને કિસ્મતનો પૂરો સાથ મળશે અને દરેક કામ આપોઆપ બનવા લાગશે. જે વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માંગે છે, તેમની ઈચ્છા આ સમયગાળામાં પૂરી થઈ શકે છે. તમારી વિચારસરણીમાં સકારાત્મક વધારો થશે, જેના કારણે તમે ભવિષ્ય અને કરિયરને લઈને કોઈ મોટો અને અત્યંત નફાકારક નિર્ણય લઈ શકશો.

ધનઃ

ધન રાશિના જાતકો માટે સૂર્ય છઠ્ઠા ભાવમાં હોવાથી શત્રુહંતા યોગ જેવી સ્થિતિ સર્જાશે. તમે તમારા તમામ પ્રતિસ્પર્ધીઓ અને ગુપ્ત શત્રુઓ પર ભારે પડશો અને વિજય મેળવશો. લાંબા સમયથી જે વહીવટી કે કાનૂની સમસ્યાઓથી તમે પરેશાન હતા, હવે તેનો કાયમી ઉકેલ મળી જશે. સરકારી અને સામાજિક સેવાકીય કાર્યોમાં અપાર સફળતા મળશે. વકીલાત, મેનેજમેન્ટ, મેડિકલ (તબીબી) અને વહીવટી સેવાઓ સાથે જોડાયેલા જાતકોને આ સમયગાળામાં મોટી નામના અને આર્થિક લાભ મળશે.

મીનઃ

મીન રાશિના જાતકો માટે સૂર્ય અને બુધ ત્રીજા (પરાક્રમ) ભાવમાં બુધાદિત્ય રાજયોગ રચી રહ્યા છે. આ ગોચરથી તમારા આત્મવિશ્વાસ અને સાહસમાં જબરદસ્ત ઉછાળો જોવા મળશે. તમારી વાણી પ્રભાવશાળી બનશે, જેથી તમે માર્કેટમાં લોકો અને ક્લાયન્ટ્સને સરળતાથી આકર્ષિત કરી શકશો. તમારી નેતૃત્વ કરવાની અદભુત ક્ષમતાને કારણે કાર્યક્ષેત્ર અને કરિયર પર સકારાત્મક અસરો થશે, જેનાથી આવકના નવા સ્ત્રોત ઊભા થશે.

વધુ જુઓ...