Tue May 26 2026

Logo

અમિત શાહની બિકાનેર મુલાકાત: BSF જવાનોને બોર્ડરથી 50 કિમી સુધી નજર રાખવા આદેશ, એન્ટિ ડ્રોન સિસ્ટમ લાગુ થશે

2026-05-26 19:51:11
Author: mumbai samachar team
Article Image

વર્ષ 2014 પછી ભારતની સુરક્ષા નીતિમાં મોટા ફેરફાર આવ્યા હોવાનો દાવો કર્યો

બિકાનેરઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજસ્થાનના મહાનગર બિકાનેરની મુલાકાત લીધી હતી. આજે તેમણે સરહદ નજીક આવેલા કેટલાક ગ્રામ્ય વિસ્તાર તથા જિલ્લાની મુલાકાત લીધી હતી. BSFના જવાનો સાથે સંવાદ કરતા કહ્યું હતું કે BSFએ પોતાની પરંપરાગત ડ્યૂટીથી આગળ વધીને સુરક્ષાના નવા આયામ પર કામ કરવું પડશે. અમિત શાહે આંતરરાષ્ટ્રીય બોર્ડર પર BSFની સાચું પોસ્ટ પર પહોંચીને પ્રહરી સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. અહીં તેમણે જવાનો સાથે સંવાદ કરી સંબોધન કરીને મહત્ત્વની વાત કરી હતી. 

બોર્ડરને પેલે પાર પણ નજર રાખજો
અહીંયા આવીને શાહે જવાનોને સંબોધતા કહ્યું હતું કે અહીંયાથી 50 કિમી સુધી અસામાન્ય પ્રવૃતિઓ પર ખાસ નજર રાખજો, BSFની જવાબદારી છે કે બોર્ડરથી 50 કિમી દૂરના ગામમાં થનારી કોઈ ગેરકાયદે પ્રવૃતિની પણ જાણકારી વહીવટી તંત્ર અને પોલીસ સુધી પહોંચાડે. આ પ્રસંગે શાહે બિકાનેરમાં તૈયાર થયેલા મહિલાઓના બેરેકનું પણ ઈ-ઉદ્ઘઘાટન કર્યું અને કહ્યું હતું કે માત્ર બોર્ડર જ સિક્યોરિટી જરૂરી નથી પણ બોર્ડર વિસ્તારથી 50 કિમી દૂરના વિસ્તારમાં પણ થતી કેટલીક પ્રવૃતિઓ ઉપર પણ નજર રાખવી પડશે. જો બોર્ડર વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક અસામાન્ય બદલાવ નજરે ચડે તો રાજ્ય સરકારને જાણ કરે. વસ્તીમાં પણ ફેરફાર જાણવા મળે તો એલર્ટ અવશ્ય કરે. 

એન્ટિ ડ્રોન સિસ્ટમ લાગુ થશે
ભારત સરકાર આગામી છ મહિનામાં ડ્રોન વિરોધી સિસ્ટમ લગાવવાની શરૂઆત કરી દેશે. શાહે એવું પણ કહ્યું કે, ડ્રોન જ્યારે ભારતની જમીન પર ઊતરે છે, તો એને રીસિવ કોણ કરે છે, સામગ્રીનો ઉપયોગ કોણ કરે છે,આના પર બારીકીથી નજર હોવી જરૂરી છે. BSF, સૈન્ય, નાગરિકો અને રાજ્ય સરકાર સાથે મળીને એક ફોર લેયર સુરક્ષા ગ્રીડ તૈયાર કરશે. આ માત્ર ફોર લેયર સિક્યોરિટી જ નહીં હોય પણ સરખા ભાગની જવાબદારી હશે અને સુરક્ષા મોડલ પણ માનવામાં આવશે. માત્ર બોર્ડર પર જ નહીં દેશમાં અંદર થતી કેટલીક પ્રવૃતિઓ ઉપર પણ નજર રાખવી પડશે. દુશ્મનનો આવી શક્તિનો ઉપયોગ કરે છે. ગૃહમંત્રીએ જણાવ્યું કે, બિહારમાં પણ બોર્ડર વિસ્તારમાં આવેલા ગ્રામ્ય કે જિલ્લામાં આ જ પ્રકારની બેઠક યોજી હતી. હવે કચ્છ બોર્ડર, ત્રિપુરા બોર્ડર અને પશ્ચિમ બંગાળમાં પણ આ પ્રકારની સંયુક્ત બેઠકો થશે. 

મોટા ફેરફાર થયા છે
જે બોર્ડરની સુરક્ષા BSF કરે છે ત્યાં ચતુષ્કોણીય સુરક્ષા ગ્રીડને મજબૂત કરવાનું સરકારનું લક્ષ્યાંક છે. પછી હમલો થતા જવાબ દેવાની કોઈ નોબત નહીં આવે. શાહે કહ્યું કે, વર્ષ 2014 બાદ ભારતની સિક્યોરિટી પોલિસીમાં મોટો ફેરફાર આવ્યો છે. સેના અને BSFમાં ઝડપથી આધુનિકીકરણ કરવામાં આવી રહ્યું છે, જે જગ્યાઓ પર આતંકી કોઈ મોટો હુમલો કરવાનો પ્રયાસ કરે છે ત્યાં ભારત જડબાતોડ જવાબ આપે છે. એવી સ્થિતિ ન થવી જોઈએ કે, હુમલો થયા બાદ જવાબ આપવો પડે. આપણી જવાબદારી એવી મજબૂત બોર્ડર તૈયાર કરવાનો છે જે જોઈને દુશ્મન હુમલો કરવાનો પ્રયાસ જ ન કરે.