દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
અમદાવાદના કૃષ્ણનગરમાં કારમાંથી ₹50 લાખની ચોરી
અમદાવાદના કૃષ્ણનગરમાં મારુતિ પ્લાઝા પાસે આવેલી ADC બેંક સામે કારમાંથી ₹50 લાખની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે. એક બાઈક ચાલકે ગાડીને ટક્કર મારી ચાલકનું ધ્યાન ભટકાવ્યું હતું. જે બાદ અન્ય બાઈકમાં આવેલા બે શખસે ગાડીનો કાચ તોડી રુપિયા લઈ ફરાર થઈ ગયા હતા.
મહારાષ્ટ્રમાં TETનું પેપર લીક, આવતીકાલે યોજાનારી પરીક્ષા રદ
મહારાષ્ટ્રમાં આવતીકાલે યોજાનારી TETની પરીક્ષા પેપર લીકના આરોપને કારણે રદ કરવામાં આવી છે. આજે સવારે, ભિવંડીમાં કેટલાક વ્યક્તિઓ પાસે પ્રશ્નપત્ર સંબંધિત માહિતી હોવાની બાતમી મળ્યા બાદ ભિવંડી પોલીસે સ્થળ પર દરોડો પાડયો હતો. ત્યારબાદ મહારાષ્ટ્ર રાજ્ય પરીક્ષા બોર્ડના અધિકારીઓને ચકાસણી માટે બોલાવવામાં આવ્યા હતા. તપાસમાં જાણવા મળ્યું કે તેમના કબજામાં રહેલા કેટલાક પ્રશ્નો TET જૂન 2026 ના પ્રશ્નપત્રમાં આપેલા પ્રશ્નો સાથે મેળ ખાતા હતા. આ અંગે ભિવંડી પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.
ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ
કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર પ્રધાન અમિત શાહ 27 અને 28 જૂન એમ બે દિવસ દરમિયાન તેમના સંસદીય ક્ષેત્રના પ્રવાસે છે. આજે તેમણે ગાંધીનગરમાં ભારત ટેક્સીનો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું કે, મુસાફરો અને ડ્રાઇવરોનું શોષણ ન થાય એટલે ટેક્સી શરૂ કરાવી છે.
કપડવંજમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટથી 5થી વધુ શ્રમિક ઈજાગ્રસ્ત
ખેડા જિલ્લાના કપડવંજમાં ડમ્પિંગ સ્ટેશન સામે આવેલી ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ થયો હતા. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ફેક્ટરીનું મકાન સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું. આ દુર્ઘટનામાં 5થી વધુ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા હોવાની પ્રાથમિક માહિતી મળી છે. જેમાંથી 2ની હાલત ગંભીર હોવાથી તેમને નડિયાદ અને અમદાવાદ ખસેડાયા છે.
હિંસાનો જવાબ હિંસાથી મળશે: જેડી વેન્સની ઈરાનને ચેતવણી
ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ લાગુ થયા પછી પણ પશ્ચિમ એશિયામાં તણાવ ઘટવાનું નામ નથી લઈ રહ્યો. હોર્મુઝ ખાડીમાં એક કાર્ગો જહાજ પર થયેલા ડ્રોન હુમલા બાદ અમેરિકાએ ઈરાન પર મોટો હુમલો કર્યો છે. વળતી કાર્યવાહીમાં અમેરિકન સેનાએ ઈરાનના મિસાઈલ અને ડ્રોન ઠેકાણાઓની સાથે-સાથે હોર્મુઝની આસપાસ આવેલા રડાર સાઈટ્સને નિશાન બનાવ્યા હતા. આ પછી અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે ઈરાનને કડક ચેતવણી આપતા કહ્યું કે, હિંસાનો જવાબ હિંસાથી મળશે.