દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
વડા પ્રધાન એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓને મળ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે એશિયન ગેમ્સના ચંદ્રક વિજેતાઓને મળ્યા હતા. એમાં ગોલ્ડ મેડલ વિજેતા પુરુષ તથા મહિલા ક્રિકેટ ટીમનો સમાવેશ હતો. આ મુલાકાતને લગતો શાનદાર સમારોહ પાટનગરમાં મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં યોજાયો હતો. વડા પ્રધાને મેડલ વિજેતાઓ તેમ જ સ્પોર્ટ્સ ફેડરેશનોના ટોચના અધિકારીઓ સાથે ફોટોગ્રાફ માટે પોઝ પણ આપ્યો હતો.

ધર્માતરણ બાદ અનામતનો લાભ નહીં મળે! સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ ચુકાદો
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો છે કે જે વ્યક્તિએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો છે તે પછાત વર્ગ (BC) અનામત માટે હકદાર નથી. ન્યાયાધીશ પીકે મિશ્રા અને શ્રી ચંદ્રશેખરની બેન્ચે જણાવ્યું છે કે જે વ્યક્તિ હિન્દુ સમાજ વ્યવસ્થામાંથી બિન-હિન્દુ સમાજ વ્યવસ્થામાં ધર્માંતર કરે છે તે આવા લાભોનો દાવો કરી શકે નહીં. તમિલનાડુ સરકારે હાઈકોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે જેમાં સાત પછાત વર્ગના મુસ્લિમ સંપ્રદાયોને માન્યતા આપવાના તેના નિર્ણયને રદ કરવામાં આવ્યો હતો, જેમાં પછાત વર્ગના વ્યક્તિઓને ઇસ્લામ ધર્મ સ્વીકાર્યા પછી પછાત વર્ગના મુસ્લિમ તરીકે ગણવામાં આવે છે.
હુથી બળવાખોરોને મિસાઈલો બનાવવા માટે મદદ કરી રહ્યું છે ચીન
ચીનની મદદથી, હુથી બળવાખોરો ઈરાનની 'ખૈબર શેકન' જેવી જ બેલેસ્ટિક મિસાઈલો વિકસાવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જે સાઉદી અરેબિયા અને ઈઝરાયેલ બંનેને નિશાન બનાવી શકે છે. ચીને હુથી બળવાખોરોને આ મિસાઈલો બનાવવા માટે જરૂરી ઘટકો પૂરા પાડ્યા છે. જો હુથીઓ આ મિસાઈલો બનાવવામાં સફળ થાય છે, તો મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધુ વકરી શકે છે.
અભિજીત, આશુતોષ અને સૌરભ સામે વધુ એક FIR નોંધાઈ
નવી દિલ્હીઃ સીજેપીના ત્રણેય નેતા અત્યારે વિરોધ પ્રદર્શનના કારણે વિવાદમાં ઘેરાયેલા છે. અભિજીત દીપકે, આશુતોષ રાંકા અને સૌરભ દાસ અત્યારે ફરી એક મુશ્કેલીમાં ફસાયા છે. આ ત્રણેય સામે વધુ એક એફઆઈઆર નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે 'કોકરોચ જનતા પાર્ટી'ના આ નેતાઓ અને કેટલાક સ્વતંત્ર પત્રકારો વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ કેસ નોંધ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે
રાહુલ ગાંધીની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
નવી દિલ્હીઃ રાહુલ ગાંધી દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજી પર આજે 15 ઓક્ટોબરના રોજ સુનાવણી થશે. ચીફ જસ્ટિસ સૂર્યકાંતના નેતૃત્વ હેઠળની બેન્ચ આ મામલાની સુનાવણી કરવામાં આવશે. આ અરજીમાં ભારતીય ચૂંટણી પંચ (ECI)ના નિર્ણયોને પડકારવામાં આવ્યા છે અને SIR પર રોક લગાવવાની માંગ કરવામાં આવી છે.