મેષઃ
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે ઉર્જા અને ઉત્સાહથી ભરેલો રહેશે. કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અટકેલા કામો પૂરા થવાની શક્યતા છે. સાથી કર્મચારીઓનો સારો સહયોગ મળશે અને વરિષ્ઠ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. વેપારમાં નવી ભાગીદારી અથવા સોદા થવાની ઉત્તમ તકો સર્જાઈ રહી છે. નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને આવકના નવા સ્ત્રોત મળી શકે છે. પરિવાર સાથે સુખદ સમય વિતાવવાની તક મળશે અને ઘરમાં શાંતિ રહેશે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા વધશે. સ્વાસ્થ્ય બાબતે સાવચેતી રાખવી અને વધુ પડતો ઉજાગરો ટાળવો. વિના કારણ વાદ-વિવાદમાં પડવાથી બચવું પડશે.
વૃષભઃ
વૃષભ રાશિના જાતકોએ આજે દરેક બાબતમાં ધૈર્ય અને સંયમ રાખવાની ખાસ જરૂર છે. ઓફિસમાં કામનું ભારણ વધુ રહેતા માનસિક તણાવ અનુભવાઈ શકે છે. ઉતાવળમાં કોઈપણ મોટો આર્થિક નિર્ણય લેવાનું ટાળવું યોગ્ય રહેશે. વેપારીઓએ ઉધાર વ્યવહારથી બચવું જોઈએ જેથી ભવિષ્યમાં નુકસાન ન થાય. પારિવારિક મામલાઓમાં શાંતિથી વિચાર કરીને આગળ વધવું હિતાવહ છે. મિત્રો તરફથી અચાનક જરૂરી મદદ મળી શકે છે જે રાહત આપશે. જીવનસાથી સાથે વિવાદ ટાળવા વાણી પર નિયંત્રણ રાખવું. મોસમી બીમારીઓથી બચવા ખાનપાનમાં ધ્યાન રાખવું. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે.
મિથુનઃ
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે નવી તકો લઈને આવશે અને આત્મવિશ્વાસ વધશે. તમારી વાતચીત કરવાની કુશળતાથી અટકેલા સરકારી કે ખાનગી કામો પાર પડશે. નોકરીમાં તમારી જવાબદારીઓ વધી શકે છે અને પદમાં પ્રગતિના યોગ છે. વેપારના ક્ષેત્રમાં સારો નફો થવાથી મન પ્રસન્ન રહેશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો આ યોગ્ય સમય છે. પરિવારજનો સાથે કોઈ ધાર્મિક કે માંગલિક પ્રસંગમાં જવાનું આયોજન થશે. જૂના મિત્ર સાથે મુલાકાત તાજગી લાવશે. મોસમી બદલાવને કારણે ગળા અથવા શરદીની તકલીફ ન થાય તેનું ધ્યાન રાખવું.
કર્કઃ
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ એક પથી એક સારા સમાચાર લઈને આવશે પણ આજે ભાવનાત્મક બાબતોમાં વધુ પડતા વહી જવાથી બચવું જરૂરી છે. કાર્યસ્થળ પર તમારી મહેનતનું પૂરતું ફળ મળશે પરંતુ કામમાં ધ્યાન ભટકવા ન દેવું. નાણાકીય દ્રષ્ટિએ દિવસ મધ્યમ રહેશે, બિનજરૂરી ખર્ચ પર કાબૂ રાખવો. જમીન કે મિલકતને લગતા વિવાદોમાં થોડી રાહ જોવી વધુ ફાયદાકારક રહેશે. ઘરના વડીલોના સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવાની સલાહ છે. પરિવારમાં નાની-મોટી બાબતોને લઈને વિવાદ ન વધે તે જોવું. જીવનસાથી સાથે સારો તાલમેલ દિવસને શાંતિપૂર્ણ બનાવશે. માનસિક શાંતિ માટે ધ્યાન અને યોગ કરવા.
સિંહઃ
સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. આજનો દિવસ તમારી નેતૃત્વ ક્ષમતા અને આત્મબળને બહાર લાવશે. કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે અને વિરોધીઓ શાંત રહેશે. વેપારમાં જોખમ લેવા માટે દિવસ અનુકૂળ છે, સારો આર્થિક લાભ થઈ શકે છે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને માન-સન્માન મળશે. રોકાણ માટે બનાવેલી યોજનાઓ ભવિષ્યમાં ખૂબ સારું પરિણામ આપી શકે છે. પરિવારમાં આનંદનો માહોલ રહેશે અને સંતાન તરફથી શુભ સમાચાર મળી શકે છે. પ્રેમ સંબંધોમાં વિશ્વાસ અને મધુરતા જળવાઈ રહેશે. બ્લડ પ્રેશર અથવા માથાના દુખાવાની સમસ્યા હોય તો કાળજી લેવી.
કન્યાઃ
કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ જીવનમાં સફળતા અને સકારાત્મક્તા લઈને આવશે. આજે આયોજનબદ્ધ રીતે કરેલા કામોમાં સફળતા મળવાની પૂરી સંભાવના છે. ઓફિસમાં ઝીણવટભર્યું કામ તમારી શાખ વધારશે, પરંતુ સાથીઓ સાથે વાદવિવાદ ટાળવો. વેપારમાં હિસાબ-કિતાબ ચોખ્ખો રાખવો જેથી કોઈ ગેરસમજ ન સર્જાય. અણધાર્યા ખર્ચાઓ આવી શકે છે, તેથી બજેટ સાચવીને આગળ વધવું. વિદેશ સાથે સંકળાયેલા કામકાજમાં સારી પ્રગતિ જોવા મળશે. પરિવારના સભ્યો વચ્ચે સુમેળ રહેશે અને તેમની સાથે વાતચીત કરીને મન હળવું થશે. વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી. પેટ સંબંધિત તકલીફોથી બચવા બહારનું ખાવાનું ટાળવું.
તુલાઃ
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે ખુશીઓ અને સંતોષ લઈને આવશે. વેપારમાં નવા સંપર્કો થશે જે લાંબા ગાળે સારો ફાયદો કરાવશે. નોકરી કરતા લોકોને અધિકારીઓ તરફથી પ્રોત્સાહન અને નવી જવાબદારી મળી શકે છે. જૂના અટવાયેલા નાણાં પાછા મળવાની શક્યતા છે જેથી રાહત થશે. કલા, સંગીત અથવા રચનાત્મક ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને વિશેષ સફળતા મળશે. ઘરમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. જીવનસાથી સાથે કોઈ ખાસ વિષય પર મહત્વપૂર્ણ ચર્ચા સફળ થશે. સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, છતાં પૂરતી ઊંઘ લેવી જરૂરી છે.
વૃશ્ચિકઃ
વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે કામકાજમાં એકાગ્રતા જાળવવી ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. ઓફિસમાં અંદરોઅંદરની રાજનીતિથી દૂર રહેવું તમારા હિતમાં છે. વેપારમાં મોટું રોકાણ કરતા પહેલા અનુભવી લોકોની સલાહ અવશ્ય લેવી. કાયદાકીય બાબતોમાં થોડી સાવચેતી રાખવી અને દસ્તાવેજો ચકાસીને સહી કરવી. પરિવારના કોઈ સભ્ય સાથે મતભેદ થઈ શકે છે, ગુસ્સા પર નિયંત્રણ રાખવું. મુસાફરીનો યોગ બની રહ્યો છે જે કામ માટે ઉપયોગી સાબિત થશે. આધ્યાત્મિક કાર્યોમાં રુચિ વધવાથી માનસિક શાંતિ મળશે. સાંધાના કે પીઠના દુખાવાની ફરિયાદ થઈ શકે છે. આકસ્મિક ધનલાભ થવાના યોગ છે.
ધનઃ
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં તમારા વિચારોની કદર થશે અને કામ સરળતાથી પૂર્ણ થશે. વેપારમાં વિસ્તરણ માટે આ ઉત્તમ સમય છે, નફાના પ્રમાણમાં વધારો થશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તમ પરિણામ મળવાના યોગ છે. લાંબા સમયથી ચાલી રહેલી આર્થિક સમસ્યાઓમાંથી મુક્તિ મળશે. પરિવાર સાથે તીર્થયાત્રા કે બહાર ફરવા જવાનું આયોજન થઈ શકે છે. ભાઈ-બહેનો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે. શારીરિક રીતે ઉત્સાહ જળવાઈ રહેશે, પણ ઋતુજન્ય બીમારીઓથી સાચવવું. જીવનસાથી તમારા માટે આજે કોઈ સરપ્રાઈઝ પાર્ટી પ્લાન કરશે.
મકરઃ
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સખત મહેનત કરવાનો રહેશે, પરંતુ તેનું પરિણામ પણ સારું મળશે. નોકરીમાં નવી યોજનાઓ પર કામ શરૂ થઈ શકે છે જે ભવિષ્યમાં પ્રગતિ લાવશે. વેપારીઓએ કોઈપણ નવા કરાર કરતા પહેલા તમામ શરતો બરાબર વાંચી લેવી. પરિવાર તરફથી તમને પૂરતો સહયોગ અને સ્નેહ મળશે. પૈતૃક સંપત્તિને લગતા પ્રશ્નોમાં ઉકેલ આવવાની શક્યતા છે. નકામી ચિંતાઓ છોડીને વર્તમાન કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે. જીવનસાથી સાથે સારો તાલમેલ રહેશે જે માનસિક શાંતિ આપશે. આંખમાં બળતરા કે થાકની સમસ્યા રહે તો આરામ કરવો. ઘર-પરિવારમાં આજે હસી-ખુશીનો માહોલ જોવા મળશે.
કુંભઃ
કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે નવી આશાઓ અને નવી યોજનાઓ લઈને આવશે. સામાજિક અને વ્યાવસાયિક વર્તુળમાં તમારો પ્રભાવ વધશે. નોકરીમાં તમારી મહેનતને માન્યતા મળશે અને ટીમનું સારું નેતૃત્વ કરી શકશો. વેપારમાં નવી ટેકનોલોજી અથવા પદ્ધતિ અપનાવવાથી સારો નફો થઈ શકે છે. મિત્રો સાથે મળીને કરેલું કામ ફાયદાકારક રહેશે. પરિવારમાં કોઈ શુભ કાર્યનું આયોજન થવાથી ઉત્સવ જેવો માહોલ રહેશે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ દૂર થશે અને નિકટતા વધશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે, નિયમિત કસરત ચાલુ રાખવી. સંતાનની સંગત પર તમારેખાસ ધ્યાન આપો.
મીન
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ શાંતિ અને સમજદારીપૂર્વક પસાર કરવાનો રહેશે. કાર્યક્ષેત્રમાં અન્ય પર વધુ પડતો આધાર રાખવાને બદલે પોતાના કામ પર ભરોસો રાખવો. વેપારમાં લેવડદેવડ વખતે ચોકસાઈ રાખવી જરૂરી છે, ઉતાવળ કરવી નહીં. ધાર્મિક અને દાન-પુણ્યના કાર્યોમાં ખર્ચ થઈ શકે છે જેનાથી આત્મસંતોષ મળશે. પરિવારના સભ્યોની જરૂરિયાતોનું ધ્યાન રાખવું અને તેમની સાથે સમય વિતાવવો. જૂની ચિંતાઓમાંથી ધીમે ધીમે મુક્તિ મળશે. જીવનસાથીનો સહયોગ તમારા આત્મવિશ્વાસમાં વધારો કરશે. પગના દુખાવા કે અશક્તિ જેવી તકલીફ જણાય તો પૂરતો આરામ કરવો.