Mon Oct 12 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 12 Oct 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-10-12 07:23:00
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 12 Oct 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-10-12 08:54:43

જીબૂતી નજીક શરણાર્થીઓની હોડી પલટી, 139 લોકોના મોત

જીબૂતી તટ નજીક 305 પ્રવાસીઓને લઈ જતી બોટ પલટી જતાં દર્દનાક દુર્ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં માસૂમ બાળકો સહિત 139 લોકોના મોત થયા છે જ્યારે 84 લોકો હજુ પણ ગુમ છે. આફ્રિકાના હોર્ન વિસ્તારમાંથી રોજગારી અને સલામત આશ્રયની શોધમાં નીકળેલા પ્રવાસીઓની એક બોટ દરિયામાં પલટી જતાં મોટો અકસ્માત સર્જાયો છે.

2026-10-12 07:56:27

દિલ્હીમાં આજે વિપક્ષી સાંસદો સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરશે!

નવી દિલ્હીઃ દિલ્હીમાં આજે ફરી વિપક્ષી દળો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે, આજે વિપક્ષી સાંસદો ચાલીને સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરવાના છે. જો કે, વચ્ચે બારાખંભા રોડ પર રોકાશે અને ધરણા પ્રદર્શન કરશે. કારણ કે, મુખ્ય ન્યાયાધીશે મળવાનો ઇનકાર કર્યો છે. દિલ્હીમાં વિપક્ષી દળો દ્વારા છેલ્લા છ દિવસમાં આ પાંચમી વખત વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વિપક્ષી પક્ષોના સાંસદો આજે બપોરે 01:30 વાગ્યે કોનોટ પ્લેસ ખાતે એકત્રિત થશે. અહીંથી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે, તેઓ કોનોટ પ્લેસથી બારાખંબા રોડ સુધી લગભગ બે કિલોમીટરનું અંતર કાપતી પદયાત્રા યોજશે.

2026-10-12 07:25:58

આજે વિપક્ષની સુપ્રીમ કોર્ટ કૂચ, દિલ્હીમાં 6 મેટ્રો સ્ટેશન રહેશે બંધ

નવી દિલ્હીઃ આજે વિપક્ષ દ્વારા સુપ્રીમ કોર્ટ સુધી કૂચ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. વિપક્ષની આ કૂચના કારણે દિલ્હીવાસીઓને પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આજે દિલ્હીમાં 6 મેટ્રો સ્ટેશન સવારે છ વાગ્યાંથી સાંજે ચાર વાગ્યાં સુધી બંધ રહેશે. જેમાં પટેલ ચોક મેટ્રો સ્ટેશન, જનપથ મેટ્રો સ્ટેશન, રાજીવ ચોક મેટ્રો સ્ટેશન, મંડી હાઉસ મેટ્રો સ્ટેશન, સેન્ટ્રલ સેક્રેટેરિએટ મેટ્રો સ્ટેશન અને બારાખંબા રોડ મેટ્રો સ્ટેશન બંધ રહેશે.