અમદાવાદ: ગુજરાતમાં આજથી નવરાત્રી પર્વનો પ્રારંભ થયો છે. જેમાં અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2026 નો સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રારંભ કરાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતની સાંસ્કૃતિક વિરાસત અને લોક પરંપરા સમાન ગરબાને વૈશ્વિક ઓળખ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલા વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવથી મળી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 6 જેટલા રાષ્ટ્રોના રાજદૂતોની વિશેષ ઉપસ્થિતિમાં નવરાત્રી મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો. તેમજ તેની બાદ આરતીમાં પણ સહભાગી થયા હતા.
આ ઉપરાંત તેમણે જણાવ્યું કે પીએમ મોદીએ શરૂ કરેલા વાયબ્રન્ટ નવરાત્રી, સોમનાથ સ્વાભિમાન પર્વ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, રણોત્સવ, અંબાજી કોરિડોર, પાવાગઢ માં 500 વર્ષ પછી ધ્વજા રોહણ સહિત કેદાર ધામ કાશીવિશ્વનાથ કોરિડોર વગેરેથી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સાથે વિરાસત ભી વિકાસ ભી અભિયાન સાકાર કર્યું છે.
LIVE: 'વાઈબ્રન્ટ નવરાત્રી મહોત્સવ 2026'ના અમદાવાદ ખાતે શુભારંભ અવસરે ઉપસ્થિતિ. https://t.co/9xbQ0RLoJj
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 11, 2026
આદ્ય શક્તિ અંબાજી સૌ પર વરસાવે તેવી પ્રાર્થના પણ કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના સેવા સમર્પણ અને જન્ સેવા થી રાષ્ટ્ર સેવાના ૨૫ વર્ષ પૂર્ણ થવાના આ વર્ષમાં નવરાત્રી મહોત્સવ 2026ને વિશેષ મહત્વ પૂર્ણ ગણાવ્યો હતો.વડાપ્રધાને આપેલા વિકસિત ભારત 2047 સંકલ્પ ને પાર પાડવામાં ગુજરાત અગ્રેસર રહે તેવા કૃપા આશિષ આદ્ય શક્તિ અંબાજી સૌ પર વરસાવે તેવી પ્રાર્થના પણ કરી હતી.
નારી તું નારાયણી.. આજે ગુજરાતના ૨.૫ લાખ સખીમંડળની ૨૪ લાખ જેટલી બહેનોએ સ્વરોજગાર દ્વારા પોતાના પરિવાર માટે આર્થિક સમૃદ્ધિના દ્વાર ખોલી દીધા છે. તેમાં પણ, ૮.૫ લાખ જેટલી બહેનો તો લખપતિ દીદીની ઓળખ પણ મેળવી ચૂકી છે. ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપનીના સહયોગ અને સહાય થકી આ બહેનોને આત્મનિર્ભરતાની અનેક નવી તકો મળી છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નારીશક્તિને વિકસિત ભારતના નિર્માણનો મહત્વનો આધાર ગણી છે. શક્તિ ઉપાસનાના પાવન પર્વ નવરાત્રિના અવસરે આ સૌ માતાઓ બહેનોને ઉજ્જ્વળ જીવનની મંગલકામનાઓ પાઠવું છું. @GlpcLivelihood
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 11, 2026
ગૃહ ઉદ્યોગ તેમજ હસ્ત કલા કારીગરીના ઉત્પાદનોના મેળાનું ઉદઘાટન કર્યું
આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત લાઇવલી હુડ પ્રમોશન કંપની દ્વારા યોજાઈ રહેલા સ્વ સહાય જૂથો અને સખીમંડળોની બહેનોના ગૃહ ઉદ્યોગ તેમજ હસ્ત કલા કારીગરીના ઉત્પાદનોના મેળાનું પણ ઉદઘાટન કર્યું હતું. મુખ્યમંત્રી એ સખી મંડળની બહેનો સાથે સંવાદ કરીને તેમના ઉત્પાદનો વિશે જાણકારી પણ મેળવી હતી.
આ પ્રસંગે શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શના બહેન વાઘેલા, અમદાવાદના મેયર હિતેશ બારોટ, જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ સાંસદ દિનેશ મકવાણા અને અમદાવાદ શહેરના ધારાસભ્યો હાજર રહ્યા હતા.