ઇન્દોરઃ તાજેતરમાં જ 30 બૉલમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરીનો વર્લ્ડ રેકૉર્ડ પોતાના નામે કરનાર અભિષેક શર્માએ રવિવારે અહીં વેસ્ટ ઇન્ડિઝ સામેની ત્રીજી ટી-20માં ભારતના જ સૂર્યકુમાર યાદવનો વિશ્વવિક્રમ તોડ્યો હતો. અભિષેક ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપે (સૌથી ઓછા બૉલમાં) 2,000 રન પૂરા કરનાર ખેલાડી બન્યો હતો.
અભિષેક (Abhishek)એ 30 બૉલમાં 69 રન બનાવીને કૅરિબિયનોને 200-પ્લસનો લક્ષ્યાંક આપવામાં સૌથી મોટી ભૂમિકા ભજવી હતી. આ મૅચ હોલ્કર સ્ટેડિયમમાં રમાઈ જેમાં અભિષેકે 33મો રન બનાવ્યો એ ટી-20માં તેનો 2,000મો રન હતો અને તેણે સૂર્યકુમારનો થોડા મહિના પહેલાંનો વિક્રમ (Record) તોડ્યો હતો.
Abhishek Sharma entertained Indore with 30-ball 6⃣9⃣ 💥 🔽 WATCH | #TeamIndia | #INDvWI | @mflone_ | @OfficialAbhi04 https://t.co/cSUFiepRtL
— BCCI (@BCCI) October 11, 2026
અભિષેકે 2,000મો રન 1,024મા બૉલ પર કર્યો હતો. સૂર્યકુમારે 2,000 રન 1,164 બૉલમાં બનાવ્યા હતા. એ રીતે, અભિષેક તેનાથી ઘણો ઝડપી છે.
આ યાદીમાં ઑસ્ટ્રેલિયાનો આરોન ફિન્ચ ત્રીજા સ્થાને છે જેણે 2,000 રન 1,283 બૉલમાં બનાવ્યા હતા. ચોથા નંબરે ગ્લેન મૅક્સવેલ (1,304 બૉલ) અને પાંચમા ક્રમે હાર્દિક પંડ્યા (1,390 બૉલ) છે.