કૈરોઃ સાઉદી અરેબિયાએ હુતી બળવાખોરોની દેશભરમાં હવાઇ હુમલા કરવાની ધમકીને પગલે તેના મુખ્ય આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બંધ રાખવાનો સમય લંબાવ્યો છે. એક દિવસ પહેલા થયેલા મિસાઇલ હુમલામાં ૧૨ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ૩૦૦થી વધુ ઘાયલ થયા હતા.
શનિવારે રિયાધ એરપોર્ટ પર થયેલો હુમલો ઈરાન સમર્થિત હુતીઓ અને સાઉદી અરેબિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં વધારો દર્શાવે છે. રવિવારે જ્યારે આંતરરાષ્ટ્રીય નેતાઓએ હુમલાની નિંદા કરી ત્યારે હુતીઓએ યમનની રાજધાની સનામાં બે હવાઇ હુમલા થયાની વાત કરી હતી, જેના માટે તેમણે સાઉદી અરેબિયાને જવાબદાર ગણાવ્યું હતું.
ફાઇટટ્રેડર-૨૪ મુજબ સાઉદી અધિકારીઓએ શનિવારે બંધ કરેલા એરપોર્ટને રવિવારે રાત્રે ૯ વાગ્યા સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. હુતીઓએ સાઉદી અરેબિયાનું એરપોર્ટ તેના નિશાના પર હોવાનું કહ્યું હતું. જૂથના લશ્કરી પ્રવક્તા બ્રિગેડિયર જનરલ યાહ્યા સારીએ તમામને તેમની ચેતવણીઓને ગંભીરતાથી લેવા જણાવ્યું હતું.
સાઉદી એરપોર્ટ પર થયેલા તાજેતરના હુમલાની ઇરાક, લેબનોન અને સીરિયા જેવા આરબ દેશો તેમજ યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસ અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેનને પણ ટીકા કરી હતી.