દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે ચોથી T20
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે આજે હૈદરાબાદમાં પાંચ મેચની T20 શ્રેણીનો ચોથી મુકાબલો રમાશે. સાંજે 7 વાગ્યે શરૂ થનારી આ મેચમાં પાંચ મેચની શ્રેણીમાં 2-1થી આગળ રહેલી ટીમ ઈન્ડિયા આજે મેચ જીતીને સિરીઝ પોતાના નામે કરવાના ઇરાદા સાથે મેદાન પર ઉતરશે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ શ્રેણી સરભર કરવા માટે એડીચોટીનું જોર લગાવશે.
દુનિયાની સૌથી મોટી ઓઇલ કંપની અરામકો પર મિસાઇલ એટેક, હૂતિઓના હુમલાથી સાઉદીમાં હાહાકાર...
સાઉદી અરબના ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓ વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે એક ખતરનાક વળાંકે પહોંચી ગયો છે. મંગળવારે મોડી રાત્રે સાઉદી અરબના પૂર્વી શહેર તહેરાનમાં દુનિયાની સૌથી મોટી તેલ કંપની 'સાઉદી અરામકો'ના પ્રશાસનિક પરિસરમાં બેલેસ્ટિક મિસાઈલથી નિશાન બનાવવામાં આવ્યું હતું. સાઉદી સરકારી સમાચાર એજન્સી એસપીએ (SPA) દ્વારા બુધવારે ઉર્જા મંત્રાલયના એક અધિકારીને ટાંકીને જણાવવામાં આવ્યું કે આ હુમલા પછી ઇમારતમાં આગ લાગી ગઈ હતી, પરંતુ કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી.