Fri Sep 04 2026

Logo

બીએમસીની હૉસ્પિટલના શૌચાલય પાસે નવજાત બાળક મળી આવ્યું

2026-07-14 20:46:42
Author: Sapna Desai
બીએમસીની હૉસ્પિટલના શૌચાલય પાસે નવજાત બાળક મળી આવ્યું

મુંબઈ: વિલે પાર્લેમાં આવેલી મુંબઈ મહાનગરપાલિકા સંચાલિત કૂપર હૉસ્પિટલના આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ (ઓપીડી) પાસેના શૌચાલયમાં એક નવજાત બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો, જેના કારણે પોલીસ તપાસમાં લાગી ગઈ હતી.

સોમવારે સાંજે આ ઘટના પ્રકાશમાં આવી હતી, જ્યારે હૉસ્પિટલની મુલાકાતે આવેલી એક મહિલા શૌચાલયમાં પ્રવેશી હતી ત્યારે તેણે ટોઇલેટ બાઉલમાંથી એક નવજાત બાળકનો હાથ બહાર નીકળતો જોયો. તેણે તાત્કાલિક હૉસ્પિટલ અધિકારીઓને આ બાબતે જાણ કરી હતી,  જેના પગલે સુરક્ષા કર્મચારીઓ અને તબીબી સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયા હતા.

જુહુ પોલીસે નવજાત બાળકીને ત્યજી દેનાર વ્યક્તિની ઓળખ કરવા માટે હૉસ્પિટલ પરિસરમાંથી સીસીટીવી ફૂટેજ એકત્રિત કર્યા હતા. 

પોલીસ હૉસ્પિટલના સ્ટાફની પણ પૂછપરછ કરી રહી છે અને  શંકાસ્પદ વ્યક્તિઓ ઓળખવા માટે ઓપીડી વિસ્તારમાં અને તેની આસપાસના લોકોની હિલચાલની તપાસ કરી રહ્યા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

 (પીટીઆઈ)