Mon Sep 07 2026

Logo

બિહારના સીવાનમાં પોલીસ કર્મીના AK-47ફાયરિંગ  અંગે સ્પષ્ટતા, જીવ બચાવવા કર્યું હતું ફાયરિંગ

2026-07-27 20:27:40
Author: Chandrakant Kanoja
બિહારના સીવાનમાં પોલીસ કર્મીના AK-47ફાયરિંગ  અંગે સ્પષ્ટતા, જીવ બચાવવા કર્યું હતું ફાયરિંગ

પટના: બિહારના સીવાનમાં 25 જુલાઇના રોજ પોલીસ કર્મીએ બંધ દરમિયાન AK-47 રાઈફલથી કરેલા ફાયરિંગ અંગે ખુલાસો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે પોલીસે સ્પષ્ટતા કરી છે કે  પોલીસકર્મીએ બંધ સમર્થકોથી જીવ બચાવવા અને જાહેર સંપત્તિના રક્ષણ બેરલ પર ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. 

ફાયરિંગ કરનારા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયો 

આ અંગે  પોલીસે જણાવ્યું કે, જે  સ્થળે ફાયરિંગ થયું તે સ્થળે  કોઈ ઈજા થઈ હોવાના અહેવાલ નથી. તેમજ ફાયરિંગ કરનારા કોન્સ્ટેબલ અભિષેક કુમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયો છે. તેની વિરુદ્ધ  ખાતાકીય તપાસ શરૂ કરવામાં આવી છે.

ત્રણ લોકો ઘાયલ થયા હોવાના દાવા અંગે પણ સ્પષ્ટતા કરી 

પોલીસે ઘટના દરમિયાન ત્રણ લોકો ઘાયલ થયા હોવાના દાવા અંગે પણ સ્પષ્ટતા કરી છે. પોલીસે જણાવ્યું જે ત્રણ લોકો આ ગોળીબારમાં ઘાયલ થવાની ફરિયાદ કરે છે તે લોકો ગોળીબાર થયેલા સ્થળ જેપી ચોક થી લગભગ દોઢ થી બે કિલોમીટર દૂર ઘાયલ થયા હતા.