Thu Sep 03 2026

Logo

બિહારમાં નવી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ 7 મેના રોજ , પીએમ મોદી પણ હાજરી આપશે

2026-05-05 16:00:00
Author: Chandrakant Kanoja
બિહારમાં નવી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ 7 મેના રોજ , પીએમ મોદી પણ હાજરી આપશે

પટના : બિહારમાં એનડીએની નવી સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ 7 મેના રોજ કરવામાં આવશે. આ અંગે બિહારના પ્રદેશ પ્રમુખ સંજય સરાઓગીએ જાહેરાત કરી હતી કે મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના નેતૃત્વમાં નવી સરકારનું મંત્રીમંડળ વિસ્તરણ 7 મેના રોજ ગાંધી મેદાનમાં થશે. પીએમ નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન પણ આ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.

સમ્રાટ ચૌધરીના મંત્રીમંડળમાં 30 સભ્યો શપથ લેશે 

બિહારના સીએમ સમ્રાટ ચૌધરી હાલમાં 30 મંત્રીઓને શપથ લેવડાવવાની તૈયારી કરી રહ્યા છે. તેમાંથી 12 મંત્રીઓ ભાજપના, 11 જેડી(યુ)ના અને એક-એક એલજેપી (રામવિલાસ), આરએલએમઓ અને એચએએમના હશે. ભાજપ ગૃહ વિભાગ તેમજ વિધાનસભાના અધ્યક્ષ પદ પર નિયંત્રણ જાળવી રાખશે. જેડી(યુ), આરએલએમઓ અને એચએએમ કોઈ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં નહિ આવે.

ભાજપ નવા ચહેરાઓને તક આપી શકે છે 

બિહારમાં નવી સરકારના મંત્રીમંડળમાં ભાજપ સામે સૌથી મોટો પડકાર સામાજિક અને પ્રાદેશિક સંતુલન જાળવવાનો છે. ભાજપ સમાજના તમામ વર્ગોનું પ્રતિનિધિત્વ સુનિશ્ચિત કરવા માટે પ્રયત્નશીલ છે. તેમજ ભાજપ નવા ચહેરાઓને તક આપી શકે છે. વિજય સિંહા, મંગલ પાંડે, રામ કૃપાલ યાદવ અને દિલીપ જયસ્વાલ જેવા અનુભવી દિગ્ગજોને બીજી તક આપવામાં આવી શકે છે. જ્યારે સીએમ સમ્રાટ ચૌધરી યુવાનો અને મહિલાઓ પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરશે.