Sat Mar 07 2026

Logo

માર્ચમાં પાંચ રવિવાર, બે શનિવાર સહિત 11 દિવસ આ કારણોસર બેંકોમાં નહીં થાય કામકાજ...

1 week ago
Author: Darshana Visaria
Article Image

ટૂંક સમયમાં જ 2026નો ફેબ્રુઆરી મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને શરૂ થશે માર્ચ મહિનો. માર્ચ મહિનો તહેવારો અને ઉત્સાહથી ભરપૂર તો હોય જ છે, પણ એની સાથે સાથે આ મહિનો આર્થિક દ્રષ્ટિએ પણ એટલો જ મહત્વનો હોય છે. આવા આ માર્ચ મહિનાની શરૂઆત પહેલાં જ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા બેંકો બંધ રહેવા સંબંધિત મહત્ત્વની માહિતી આપવામાં આવી છે. જો તમે પણ આવતા મહિને બેંક સંબંધિત મહત્ત્વના કામ પતાવવાનું વિચારી રહ્યા છે તો પહેલાં સમાચાર વાંચી લો કારણ કે માર્ચ મહિનામાં પાંચ રવિવાર અને બે શનિવાર સિવાય 11 દિવસ સુધી બેંકો બંધ રહેશે. 

બે દિવસ બાદ શરૂ થનારા માર્ચ મહિનામાં હોળી, ઈદ, ગુડી પડવો અને રામનવમી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે, જેના કારણે બેંકોમાં રજાઓનો માહોલ જોવા મળશે. દર મહિનાની જેમ જ આરબીઆઈ દ્વારા મહિનાઓની રજા યાદી જાહેર કરવામાં આવી છે. જો તમારે બેંકને લગતું કોઈ પણ અગત્યનું કામ હોય, તો મુશ્કેલીથી બચવા માટે આ કેલેન્ડર મુજબ તમારું આયોજન કરી લો. આરબીઆઈ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર માર્ચ મહિનામાં પાંચ રવિવાર અને બે શનિવાર સિવાય 11 દિવસ વિવિધ તહેવારોને કારણે રજાઓ રહેશે. 

માર્ચ મહિનામાં આ દિવસે રહેશે બેંકો બંધઃ

  1. પહેલી માર્ચના રોજ રવિવારે દેશભરમાં બેંકોમાં રજા રહેશે
  2. બીજી માર્ચના હોલિકા દહનને કારણે કાનપુર અને લખનઉ જેવા દેશના વિવિધ શહેરોમાં બેંકો બંધ રહેશે 
  3. ત્રીજી માર્ચના રોજ હોળી અને એની સંબંધિત ઉજવણીઓને કારણે ભોપાલ, દહેરાદૂર, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, કોલકતા, મુંબઈ, પટના, રાંચી અને અન્ય શહેરોમાં બેંક હોલિડે રહેશે
  4. ચોથી માર્ચના રોજ ધૂળેટીને કારણે અમદાવાદ, ભુવનેશ્વર, ચંડીગઢ, જમ્મુ, નવી દિલ્હી, રાયપુર, શિલોંગ અને શિમલા જેવા શહેરોમાં બેંકોમાં રજા રહેશે
  5. આઠમી માર્ચના રોજ રવિવાર હોવાને કારણે દેશભરની બેંકોમાં રજા રહેશે
  6. 13મી માર્ચના રોજ ચપચર કુટને કારણે આઈઝોલમાં બેંકોમાં રજા રહેશે
  7. 14મી માર્ચના રોજ બીજા શનિવાર હોવાને કારણે દેશભરમાં બેંક રહેશે 
  8. 15મી માર્ચના રોજ રવિવાર હોવાથી બેંકોમાં રજા રહેશે
  9. 17મી માર્ચના રોજ શબ એ કદ્ર નિમિત્તે જમ્મુ અને શ્રીનગરમાં બેંકોમાં રજા રહેશે
  10. 19મી માર્ચના ગૂડી પડવા, ઉગાદી અને નવરાત્રિ પ્રારંભને કારણે મુંબઈ, ચેન્નઈ, બેંગલોર, હૈદરાબાદ અને શ્રીનગરમાં બેંકો બંધ રહેશે
  11. 20મી માર્ચના રોજ ઈદ ઉલ ફિતર અને જુમાલ ઉલ વિદાને કારણે જમ્મુ, કોચ્ચિ, શ્રીનગર, તિરુવનંતપુરમ અને વિજયવાડામાં બેંકોમાં રજા રહેશે
  12. 21મી માર્ચના રોજ રમઝાન ઈદ અને સરહુલને કારણે દેશભરના વિવિધ શહેરોમાં બેંકોમાં રજા રહેશે
  13. 22મી માર્ચ હોવાને કારણે રવિવાર હોવાથી બેંકોમાં રજા રહેશે
  14. 26મી માર્ચના રોજ રામ નવમીના તહેવાર નિમિત્તે બેંકોમાં કામકાજ નહીં થાય
  15. 27મી માર્ચના પણ રામનવમી નિમિત્તે દેશના કેટલાક શહેરોમાં રજા રહેશે
  16. 28મી માર્ચના રોજ ચોથા શનિવાર હોવાથી બેંકોમાં રજા રહેશે
  17. 29મી માર્ચના રોજ રવિવાર હોવાથી બેંકો બંધ રહેશે
  18. 31મી માર્ચના રોજ મહાવીર જયંતી હોવાને કારણે બેંક હોલિડે રહેશે અને એને કારણે બેંકોમાં રજા રહેશે

ખાતાધારકો માટે આ રહી કામની વાત
બેંકની શાખાઓ બંધ હોવા છતાં નાના-મોટા કામ માટે ઓનલાઇન બેંકિંગ, મોબાઈલ એપ અને એટીએમ સર્વિસ રાબેતા મુજબ કાર્યરત રહેશે. જો તમારે ચેક ક્લિયરન્સ કે ડ્રાફ્ટ જેવા કામ હોય, તો તેને રજાઓ પહેલાં જ પતાવી લેવા હિતાવહ છે.