Thu Sep 03 2026

Logo

રામ મંદિરમાં મંગળવારે ઉજવાશે રામ પરિવારની પ્રથમ વર્ષગાંઠ, વિશેષ હવન અને પૂજાનું આયોજન

2026-05-25 22:50:41
Author: Chandrakant Kanoja
રામ મંદિરમાં મંગળવારે ઉજવાશે રામ પરિવારની પ્રથમ વર્ષગાંઠ, વિશેષ હવન અને પૂજાનું આયોજન

અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રથમ માળે સ્થાપિત રામ પરિવારની પ્રથમ વર્ષગાંઠ મંગળવારે ગંગા દશેરાના શુભ અવસરે  ઉજવવામાં આવશે. આ પ્રસંગે રામ મંદિર સંકુલમાં ખાસ હવન, પૂજા સમારોહ અને ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવશે.

ભગવાનને 56 ભોગ  અર્પણ કરવામાં આવશે 

ગંગા દશેરાના શુભ અવસરે મંદિર ટ્રસ્ટ વતી આ કાર્યક્રમ સરળ છતાં આધ્યાત્મિક વાતાવરણમાં યોજાશે. રામ મંદિરની યજ્ઞશાળામાં વિશેષ વૈદિક વિધિઓ કરવામાં આવશે. જ્યારે રામ પરિવારને શણગારવામાં આવશે અને નવા વસ્ત્રો અર્પણ કરવામાં આવશે.આ ઉપરાંત  ભગવાનને 56 ભોગ  અર્પણ કરવામાં આવશે અને વાલ્મીકિ રામાયણનો ઔપચારિક પાઠ કરવામાં આવશે.

યોગી આદિત્યનાથે રામ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા અને સ્થાપના કરી હતી

ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે 5 જૂન  ગંગા દશેરાના શુભ પ્રસંગે  યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રામ પરિવારની પ્રાણ પ્રતિષ્ઠા અને સ્થાપના કરી હતી. આ જ દિવસે પરિકોટામાં બાંધવામાં આવેલા શેષાવતાર મંદિર અને છ સહાયક મંદિરોની સ્થાપના વિધિ પણ પૂર્ણ થઈ હતી. હિન્દુ પંચાંગ મુજબ, આ વર્ષે આ પ્રથમ વર્ષગાંઠ 26 મેના રોજ ઉજવવામાં આવી રહી છે.તેમજ  મોટી સંખ્યામાં ભક્તો આવવાના શક્યતાના પગલે  મંદિર વહીવટીતંત્રે તમામ જરૂરી વ્યવસ્થાઓ પહેલાથી જ પૂર્ણ કરી લીધી છે.

માતા સરયુની 5051 દીવાઓ સાથે મહા-આરતીનું આયોજન 

ગંગા દશેરા નિમિત્તે  માતા સરયુની 5051 દીવાઓ સાથે મહા-આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંજે 5  થી 7  વાગ્યા સુધી  ભજન સંધ્યા યોજાશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સંતો અને ધાર્મિક નેતાઓ ભાગ લે તેવી અપેક્ષા છે.