Wed Sep 16 2026

Logo

અયોધ્યાના વકીલોએ રામ મંદિર દાન ચોરીના આરોપીઓનો કેસ લડવાનો ઇનકાર કર્યો

2026-06-28 21:43:23
Author: Chandrakant Kanoja
અયોધ્યાના વકીલોએ રામ મંદિર દાન ચોરીના આરોપીઓનો કેસ લડવાનો ઇનકાર કર્યો

અયોધ્યા: અયોધ્યામાં રામ મંદિર દાન ચોરી કેસમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ દરમિયાન અયોધ્યાના વકીલોએ એક મોટો નિર્ણય લીધો છે. જેમાં હવે અયોધ્યાના વકીલોએ ચોરી કેસના આરોપીઓને કેસ લડવાનો ઇનકાર કર્યો છે. તેમણે એમ પણ કહ્યું છે કે આ ઘટનાની વિશ્વમાં અયોધ્યાના લોકોની છબી ખરડાઇ છે. 

રામ મંદિરમાંથી દાન ચોરી અંગે જિલ્લાના વકીલોમાં  રોષ

આ પૂર્વે  અયોધ્યાના વકીલોએ વર્ષ  2005 માં રામ જન્મભૂમિ સંકુલ પર થયેલા આતંકવાદી હુમલામાં સંડોવાયેલા આરોપીઓનો કેસ લડવાનો પણ  નિર્ણય લીધો હતો.બાર એસોસિએશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, રામ મંદિરમાંથી દાન ચોરી અંગે જિલ્લાના વકીલોમાં  રોષ છે. તેમજ તેઓ આ કેસમાં ધરપકડ કરાયેલા તમામ આઠ વ્યક્તિઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

મંદિરમાં દાન ચોરીથી અમે બધા ખૂબ જ દુઃખી

આ અંગે બાર એસોસિએશનના સેક્રેટરી શૈલેન્દ્ર જયસ્વાલે જણાવ્યું હતું કે, મંદિરમાં દાન ચોરીથી અમે બધા ખૂબ જ દુઃખી છીએ. તેથી અયોધ્યાના  વકીલોએ આરોપીઓનું પ્રતિનિધિત્વ ન કરવા સંમતિ આપી છે. આ બાબત અંગે અંતિમ નિર્ણય જનરલ બોડી મીટિંગમાં લેવામાં આવશે ત્યારબાદ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.

મેજિસ્ટ્રેટ સમક્ષ  ચૂપચાપ  રીતે રજૂ કરવા અંગે નારાજગી

જ્યારે  ઘણા વકીલોએ પણ આરોપીઓને  મેજિસ્ટ્રેટ સમક્ષ  ચૂપચાપ  રીતે રજૂ કરવા અંગે નારાજગી વ્યક્ત કરી હતી. વકીલ વિવેક કુમાર સિંહે જણાવ્યું હતું કે પોલીસે ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે આરોપીઓને મેજિસ્ટ્રેટ સમક્ષ ના કરવા જોઇએ. તેમણે ટિપ્પણી કરી હતી કે  પશ્ચિમ બંગાળની જેમ તેમને પહેલા જાહેર જનતા વચ્ચે બહાર લઈ જવામાં આવવા જોઈતા હતા.