Tue Mar 10 2026

Logo

આ તો ખાલી ટ્રેલર છે, બીજી એપ્રિલ બાદ દુનિયા પર તોળાશે મહા સંકટ, જાણો કોણે કરી આવી ડરામણી ભવિષ્યવાણી...

1 week ago
Author: Darshna Visaria
Article Image

હાલમાં જ્યાં જુઓ તો અખબાર, વેબસાઈટ, સોશિયલ મીડિયા બધે જ પશ્ચિમ એશિયામાં ફાટી નીકળેલાં યુદ્ધની ચર્ચા થઈ રહી છે. આ જે યુદ્ધ ફાટી નીકળ્યું છે, તે માત્ર રાજકીય કારણોસર નથી, પરંતુ તેની પાછળ અવકાશી ગ્રહોની અશુભ ચાલ જવાબદાર હોવાનો દાવો જ્યોતિષશાસ્ત્રીઓ દ્વારા કરાઈ રહ્યો છે. એટલું જ જ્યોતિષીઓ તો એવો દાવો પણ કરી રહ્યા છે કે પાપી ગ્રહ રાહુ, ગ્રહોના સેનાપતિ મંગળ અને ન્યાયના દેવતા શનિની વર્તમાન સ્થિતિ વિશ્વ માટે 'મહાસંકટ' માટે જવાબદાર છે. જ્યોતિષીઓના મતે આ યુદ્ધ ટૂંક સમયમાં શાંત થવાને બદલે વધુ ભયાનક અને લાંબુ ચાલશે. ચાલો જાણીએ આ વિશે વિસ્તારથી... 

અંગારક યોગની અસર

મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર હાલમાં કુંભ રાશિમાં મંગળ અને રાહુની યુતિ થઈ રહી છે, જેને કારણે 'અંગારક યોગ'નું નિર્માણ થયું છે. જ્યોતિષશાસ્ત્રમાં આ યુતિને નકારાત્મક  અત્યંત તીવ્ર અને નકારાત્મક માનવામાં આવી છે, જે અચાનક હુમલા અને વિસ્ફોટ માટે જવાબદાર છે. બીજી એપ્રિલ સુધી આ યોગની અસર જોવા મળવાની હોઈ આ સ્થિતિ યથાવત રહેશે, જેને કારણે વિશ્વભરમાં અસ્થિરતા અને ડામાડોળ સ્થિતિ જોવા મળશે.

એપ્રિલમાં સર્જાશે 'મહા વિસ્ફોટક' સ્થિતિ

બીજી એપ્રિલ પછી સ્થિતિ સુધરવાને બદલે વધુ વણસી શકે છે અને એનું મુખ્ય કારણ મંગળનું રાશિ પરિવર્તન છે. શનિ-મંગળની યુતિ: એપ્રિલમાં મંગળ મીન રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં ન્યાયના દેવતા શનિ પહેલેથી બિરાજમાન છે. મંગળ 'અગ્નિ' તત્વ છે અને શનિ 'ઠંડો' ગ્રહ છે, જ્યારે મીન 'જળ' તત્વની રાશિ છે. આ વિરોધાભાસી તત્વો ભેગા મળીને 'જ્વાળામુખી' જેવી સ્થિતિ સર્જશે.

મીન રાશિ ઈન્ટરનેશનલ બોર્ડર અને સમુદ્રનું પ્રતિનિધિત્વ કરે છે, તેથી સમુદ્રી સીમાઓ પર ભયાનક યુદ્ધ અને વિવાદ વધશે. જ્યોતિષશાસ્ત્રમાં એક મહિનામાં બે ગ્રહણ આવવા અશુભ મનાય છે. આવતીકાલે એટલે કે ત્રીજી માર્ચના રોજ વર્ષનું પહેલું ચંદ્ર ગ્રહણ લાગવા જઈ રહ્યું છે. આ ગ્રહણ જે નક્ષત્રમાં થઈ રહ્યું છે તે પણ અગ્નિ તત્વથી પ્રભાવિત છે. યુદ્ધના સમયગાળામાં ગ્રહણ થવું એ 'મિસાઈલ હુમલા' અને 'અગ્નિવર્ષા'માં તીવ્રતા આવવાનો સંકેત છે. આ સ્થિતિ સૂચવે છે કે યુદ્ધ લાંબા સમય સુધી ખેંચાશે.

ગ્રહોની આ દશા માત્ર યુદ્ધ જ નહીં, પણ નેતાઓની વિચારશક્તિ પર પણ અસર કરશે. વક્રી ગુરુ અને બુધની સ્થિતિને કારણે વિશ્વના મોટા નેતાઓ ઉતાવળિયા અને ખોટા નિર્ણયો લઈ શકે છે, જે વિશ્વને ત્રીજા વિશ્વયુદ્ધ તરફ ધકેલી શકે છે.