Sun Sep 06 2026

Logo

આધ્ર પ્રદેશમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા લાગી ભીષણ આગ, 10 જણના મોત

2026-03-26 09:09:00
Author: Vimal Prajapati
આધ્ર પ્રદેશમાં બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા લાગી ભીષણ આગ, 10 જણના મોત

માર્કપુરમ,  આધ્ર પ્રદેશઃ આધ્ર પ્રદેશના માર્કપુરમ જિલ્લામાં આવેલા રાયવરમ પાસે એક મોટી દૂર્ધટના સર્જાઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યાં પ્રમાણે એક બસ અને કાંકરી ભરેલી ટિપર ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો છે. અકસ્માત થતાની સાથે જ બંને વાહનોમાં આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે, મુસાફરોને બહાર નીકળવાનો પણ સમય નહોતો મળ્યો! જેથી 10 લોકોનું ઘટનાસ્થળ પર જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. 

બસમાં પાછળ બેઠેલા લોકો અંદર જ ફસાઈ ગયાં

આ દુર્ઘનના અંગે પોલીસે જણાવ્યું કે, આગ એટલી ઝડપી ફેલાઈ હતી કે, બસમાં પાછળ બેઠેલા લોકો અંદર જ ફસાઈ ગયાં હતા. આગ અને ધુમાડાના કારણે 10 લોકોનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. કેટલાકનું શ્વાસ રૂંધાવવાના કારણે તો કેટલાનું આગમાં બળી જવાના કારણે મોત થયું છે. અકસ્માતની આ ઘટનાની વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યાં છે. આધ્ર પ્રદેશ બસ-ટ્રક અકસ્માત

પોલીસના જમાવયા પ્રમાણે કુલ 18થી વધારે લોકો ઘાયલ થયા છે. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. સ્થાનિક લોકો અને પોલીસ દ્વારા આ લોકોને બચાવી લેવામાં આવ્યાં અને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યાં હતાં. અત્યારે તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આજે સવારે માર્કપુરમ જિલ્લામાં બસમાં આગ લાગવાની ઘટનામાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા હતા અને લગભગ 18 લોકો ઘાયલ થયા હતા. બચાવ ટીમો પીડિતોની ઓળખ કરવા અને તેમના સંબંધીઓની વિગતો એકત્રિત કરવા માટે કામ કરી રહી છે.